petrol dieselમાં સરકારની કમાણી અંગેનીઆરટીઆઇમાં બહાર આવી વિગતો-India News Gujarat
સરકાર દ્વારા છેલ્લા બે દિવસથી petrol dieselના ભાવમાં વધારો કરવાનું ચાલુ કરવામાં આવ્યુ છે. દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી સરકારને અધધ રકમ મળી રહી છે અને રોજ ઉઠીને કરવામાં આવતા ભાવ વધારાથી આ આંકડો સતત મોટો થઇ રહ્યો છે. જો કે, સતત આવક વધતી હોવા છતા પ્રજાને petrol dieselમાં ભાવમાં કોઇ પણ પ્રકારની રાહત મળતી નથી અને તેમના ખીસ્સા ખંખેરવાનું તો ચાલુ જ છે. ચાલુ નાણાકીય વર્ષ 2021-2022 ના પ્રથમ નવ મહિનામાં એટલે કે એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમય ગાળામાં, પેટ્રોલિયમ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી અને એકસાઈઝ ડ્યુટીના સ્વરૂપમાં કેન્દ્ર સરકારની પરોક્ષ કરની આવક લગભગ ૨૪ ટકા વધીને રૂ. 3 લાખ 31 હજાર 621 કરોડ થઈ છે. આવનારા દિવસોમાં આ આંકડો હજુ પણ મોટો થશે. -India News Gujarat
આરટીઆઇમાં બહાર આવી વિગતો-India News Gujarat
માહિતી અધિકાર કાર્યકર્તા એ એવુ જણાવ્યુ છે કે, કેન્દ્રના બે વિભાગોએ તેમને માહિતી અધિકાર કાયદા હેઠળ દાખલ કરેલી અરજી પર આ માહિતી આપી છે. નોંધપાત્ર વાત એ છે કે આ માહિતી એવા સમયે સામે આવી છે જયારે petrol dieselમાં ભાવમાં માત્ર બે દિવસમાં જ 80 પૈસા અને 84 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ પેટ્રોલિયમ પ્રોડક્ટ પરની ડ્યુટીની આવકમાં 24 ટકા જેટલો વધારો થયાનું પણ બહાર આવી રહ્યુ છે.-India News Gujarat
સરકાર રાહત આપી શકે તેમ હોવાનો મત-India News Gujarat
જે પ્રકારે સરકારને પેટ્રોલિયમ પ્રોડક્ટમાંથી સતત આવક વધી રહી છે એ જોતા જો સરકાર સામાન્ય લોકોની સ્થિતિ સમજે તો રાહત આપી શકવાની સ્થિતિમાં છે. ગત વર્ષની નવ મહિનાના સમયગાળાની આવક અને ચાલુ વર્ષે નવ મહિનાના સમયગાળાની આવકમાં 24 ટકાનો વધારો થયો છે જેને જોતા એવુ કહી શકાય કે સરકાર જો પેટ્રોલિયમ પ્રોડકટના ભાવ સ્થિર રાખે તો પણ આગામી ત્રણ માસમાં petrol dieselમાં તેની આવક વધશે જ પરંતુ તેમાં કોઇ ઘટાડો નહીં થાય એવુ નિષ્ણાંતોનું કહેવુ છે.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Housing Scam : 13 વર્ષમાંજ આવાસ જર્જરિત