HomeGujaratSURATમાં પાણી માટે પારાયણ-India News Gujarat

SURATમાં પાણી માટે પારાયણ-India News Gujarat

Date:

SURAT ના નવા મગદલ્લામાં 4 દિવસથી પાણી ન મળતા મહિલાઓનો હોબાળો 

SURAT શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીને લઈને બુમરાણ વધી રહી છે. છેલ્લા ચાર દિવસથી નવા મગદલ્લા ભવાની મોહલ્લામાં પાણી ન આવતા મહિલાઓ વિફરી હતી.  વારંવાર અધિકારીઓને ફોન કરવા છતાં તેમજ કોર્પોરેટરોને પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવા  છતાં પણ કોઈ તેમની મદદ ન આવતા આખરે મહિલાઓએ  સુજલ વિતરણ મથકની ઓફિસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

 વહેલી સવારે જ નવા મગદલ્લા વિસ્તારની મહિલાઓ વેસુ જળ વિતરણ ખાતે પહોંચીને ઉગ્ર રીતે રજૂઆત કરી હતી. આ સમસ્યા છેલ્લા ત્રણથી ચાર વર્ષથી લોકો ભોગવી રહ્યા છે. છતાં પણ સુરત શહેરના શાસકો અને અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેને કારણે મહિલાઓની મુશ્કેલી વધી રહી છે.સુરત જેવા સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાનો લોકો વિરોધ કરી રહ્યા છે. પરંતુ એની સામે જ સુવિધા હોવી જોઈએ. તે આપવામાં શાસકો નિષ્ફળ થતાં હોય તેવું સ્પષ્ટ જણાય છે.-India News Gujarat

છેલ્લા ત્રણ-ચાર દિવસથી પાણીની લાઈનમાં જે ભંગાર થયો હતો. તેના કારણે ઉધના પાંડેસરા જેવા વિસ્તારના લાખો લોકો પાણી માટે વલખા મારતા રહ્યા હતા. શહેરમાં આ પ્રકારની સ્થિતિ સામાન્ય બનતી દેખાઈ રહી છે. હાઇડ્રોલિક વિભાગની કામગીરી ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

છેલ્લા ચાર દિવસથી સ્થિતિ એવી થઈ છે કે, નાહવા ધોવા માટે નહીં પરંતુ પીવા માટે પણ પાણી નથી

નવા મગદલ્લા ભવાની મોહલ્લામાં રહેતી મહિલાઓએ જણાવ્યું હતું કે,  અમે છેલ્લા ચાર દિવસથી બીજાના ઘરે જઈને કપડાં ધોઈ રહ્યા છે. રસોઈ માટે પણ પાણી મળી રહે તેવી સ્થિતિ નથી. મંદિર પાસે તેમજ ઓએનજીસીની મદદથી યુવાનો માત્ર પાણી મળી રહ્યું છે. એ સિવાય કોર્પોરેશનને મોહલ્લામાં છેલ્લા ચાર દિવસથી પાણી આવતું ન હોવા છતાં કોઇ વ્યવસ્થા કરી નથી. થોડા વર્ષો પહેલા અધિકારી આવીને જોઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, લાઈન બદલવી પડશે અને કામ ઝડપથી કરી નાખીશું. પરંતુ આજદિન સુધી આ કામ થયું નથી. છેલ્લા ચાર દિવસથી સ્થિતિ એવી થઈ છે કે, નાહવા ધોવા માટે નહીં પરંતુ પીવા માટે પણ પાણી નથી.-India News Gujarat

SHARE

Related stories

Latest stories