HomeGujarat"National Sports Day"/તા.૨૯મી ઓગસ્ટ: “નેશનલ સ્પોર્ટ્સ ડે”/India News Gujarat

“National Sports Day”/તા.૨૯મી ઓગસ્ટ: “નેશનલ સ્પોર્ટ્સ ડે”/India News Gujarat

Date:

તા.૨૯મી ઓગસ્ટ: “નેશનલ સ્પોર્ટ્સ ડે”

શહેર-જિલ્લામાં હોકીના જાદુગર સ્વ. મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે રમતગમત સ્પર્ધાઓ યોજી ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉત્સાહભેર ઉજવણી

રાજયમાં ખેલ-વાતાવરણનું નિર્માણ પ્રતિ વર્ષ સમગ્ર ભારતમાં હોકીના જાદુગર સ્વ. ધ્યાનચંદના જન્મદિને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરત દ્વારા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર પોલીસ કમિશનર અજય તોમર સાથે ૨૫૦ પોલીસકર્મીઓ ૫ કી.મી. દોડ કરી યુનિ. ખાતે SGFI ની હોકી રમતની જિલ્લા કક્ષાની સ્પર્ધા કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
વીર નર્મદ યુનિ. વાઇસ ચાન્સેલર ડો.કે.એન.ચાવડા સહિતના મહાનુભાવોએ ખેલાડીઓ- પોલીસ જવાનોને સ્પોર્ટસનું મહત્વ અને જાગૃત્તિ માટે કોચ તેમજ વ્યાયામ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત, સુરત મહાનગરપાલિકાના સહયોગથી ડે.કમિશનર મીનાબેન ગજ્જર અને નગર પ્રા.શિક્ષણ સમિતિના સ્પોર્ટસ કન્વીનર સંજય પાટિલની ઉપસ્થિતિમાં અઠવાલાઈન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમમાં કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નગર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ગ્રામ્ય સ્તરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ શાળા શ્રી કઠોર કેળવણી મંડળ (વ.દે. ગલિયારા હાઇસ્કૂલ) સંચાલિત એડ્વોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા સ્પોર્ટ્સ સ્કુલ (જિલ્લા કક્ષા રમત- ગમત શાળા) કઠોરમાં તા. ૨૧ થી ૨૯ ઓગસ્ટ દરમ્યાન વોલિબોલ અને ખો-ખો સ્પર્ધાઓ યોજાઈ હતી. જ્યારે નવચેતન વિદ્યાલય-શિવરામપુરમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કુલ નવચેતન વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે AM/NS ઈન્ડિયાના સૌજન્યથી રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજીરા વિસ્તારની શાળાઓના ૨૩૩ સ્પર્ધકોએ વિવિધ સ્પોર્ટસ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જિલ્લા રમતવિકાસ અધિકારી ચેતનભાઈ પટેલ, PI ઇચ્છાપોર પોલીસ ઇન્સ્પેકટર આર. જે. દેસાઇ, મોરા PSI અલ્પાબેન ખત્રી, AM/NS ઈન્ડિયા-સુરતના CSR હેડ કિરણસિંહ સિંધાએ ઉપસ્થિત રહી વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories