National Fire Service Weekની સુરતમાં ઉજવણી- India News Gujarat
દેશ સહિત સુરત શહેરમાં તા.૧૪ થી ૨૦ એપ્રિલ દરમિયાન National Fire Service Weekની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં વર્ષ ૧૮૫૨ માં Fire વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. શહેરમાં નાના મોટા બનાવો, પૂર, ભારે વરસાદ, વાવાઝોડું જેવી કુદરતી આફતો તેમજ રમખાણો, ઔદ્યોગિક હોનારતો જેવી આફતોથી પ્રજાજનોને સુરક્ષિત રાખવા Fire વિભાગ ૨૪x૭ સેવામાં અડીખમ છે. લાઈફ જેકેટ, મલ્ટીફંકશનલ રેસ્ક્યુ વ્હીકલ, એડવાન્સ Fire એન્જિન, ફર્સ્ટ રીસ્પોન્ડર ક્રેઈન, ડિવોટરીંગ પંપ, એમ્બુલન્સ સહિત ૧૧૩ વાહનો અને સાધનસામગ્રીથી સજ્જ છે. – India News Gujarat
શહેરના વિવિધ વિસ્તારમાં વધુ ૧૨ Fire સ્ટેશનો બને છેઃ- ઈ. ચીફ Fire ઓફિસર બસંતકુમાર પારિક- India News Gujarat
સુરત મહાનગરપાલિકાના ઈ.ચીફ Fire ફાયર ઓફિસર બસંતકુમાર પારીકે જણાવે છે કે, શહેરીજનોની સુરક્ષા હેતુ શહેરના વિવિધ વિસ્તારમાં વધુ ૧૨ ફાયર સ્ટેશનો બની રહ્યાં છે. આગની ઘટના બનતા જ લોકોએ સમય વેડફ્યા વિના ફાયર વિભાગને ત્વરિત જાણ કરવી જોઈએ. જેથી Fire કર્મીઓ સમયસર સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકે. સામાન્યતઃ ઉનાળાની સિઝનમાં આગ લાગવાના સંખ્યાબંધ કોલ્સ આવતા હોય છે. જેનું મૂળ કારણ ઈલેકટ્રીક સાધનોમાં ખામી અથવા શોર્ટ સર્કિટ હોય છે. તેમણે લોકોને ઇલેક્ટ્રિક વાયરીંગની સમયાંતરે ચકાસણી અને મરામત કરવા અને ઓવરલોડેડ કનેક્શન લેવાનું ટાળવાની અપીલ કરી હતી.- India News Gujarat
Fire વિભાગ પાસે કેવા પ્રકારના અદ્યતન સાધનો છે- India News Gujarat
શહેરીજનોની સુરક્ષાને ધ્યાને લેતા Fire વિભાગમાં જરૂરિયાત મુજબ આધુનિક ટેક્નોલોજીના સાધનો, Fire વ્હીકલ અને આવશ્યક Fire ફાયર સ્ટાફની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત Fire વિભાગ પાસે આગની ઘટના રોકવા માટે આ પ્રકારના સાધનો છે.
- પાવર ચેઈન શો મશીન,
- પેટ્રોલ ચેઈન શો મશીન,
- લાઈફ જેકેટ,
- મલ્ટીફંકશનલ રેસ્ક્યુ વ્હીકલ,
- એડવાન્સ ફાયર એન્જિન,
- ફર્સ્ટ રિસ્પોન્ડર ક્રેઈન,
- ડિવોટરીંગ પમ્પ,
- હુક આર્મ ટ્રક,
- મેડિકલ કન્ટેનર અને એમ્બ્યુલન્સ
આ સિવાય પણ ૧૧૩ વાહનો અને સાધન સામગ્રીઓ સામેલ કરવામાં આવી છે.- India News Gujarat