MSME ઉદ્યોગકારોએ હવે આઇપીઆર આંત્રપ્રિન્યોરશિપ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ : નિલેશ ત્રિવેદી- India News Gujarat
MSME અંગે માર્ગ દર્શન આપવા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે આખા દિવસ માટે MSME એન્ડ બેન્કીંગ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. MSMEધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. 22 સપ્ટેમ્બર, 2022 ના રોજ સવારે 9-00 થી સાંજે 5-00 કલાક દરમ્યાન યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ફિઆસ્વી ચેરમેન ભરત ગાંધી ઉપસ્થિત રહયા હતા.- India News Gujarat
MSME સેકટર છેલ્લા પાંચ વર્ષમાં વાયબ્રન્ટ સેકટર તરીકે ઉભરી રહયું છેઃ- ચેમ્બર પ્રમુખ – India News Gujarat
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, MSME સેકટર છેલ્લા પાંચ વર્ષમાં વાયબ્રન્ટ સેકટર તરીકે ઉભરી રહયું છે. MSMEએ માત્ર રોજગારીની તકો જ નથી પૂરું પાડતું, પરંતુ ઓછા કેપિટલ કોસ્ટે ઇન્ડસ્ટ્રીનો વિકાસ વધુ સાધી શકે છે. MSME ગ્રામીણ અને પછાત વિસ્તારમાં પણ ઇન્ડસ્ટ્રી ઉભી કરવા માટે પણ MSME મદદરૂપ થાય છે. ભારતની જીડીપીમાં આશરે ૩૦% જેટલો હિસ્સો MSME ધરાવે છે અને દેશમાં આશરે ૬પ લાખથી વધુ અને ગુજરાતમાં પણ આશરે ૪ લાખથી વધુ MSMEકાર્યરત છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે એમએસએમઇ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ MSME પ્રોત્સાહનો અને સબસિડી વિષે તથા વિવિધ બેન્કો તરફથી મળતી વિશેષ લોનની માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે હેતુથી MSMEની આ કોન્કલેવ યોજાઇ હતી.- India News Gujarat
MSME સેકટર એ દેશ માટે ઇકોનોમિક ડેવલપમેન્ટનું એન્જીન-ફિઆસ્વી ચેરમેન– India News Gujarat
ફિઆસ્વી ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, MSME સેકટર એ દેશ માટે ઇકોનોમિક ડેવલપમેન્ટનું એન્જીન છે અને કૃષિ બાદ સૌથી વધુ રોજગારીનું સર્જન કરે છે. સરકારે સેફ ગાર્ડ ડયૂટીથી ઇન્ડસ્ટ્રીને સુરક્ષિત કરવી જોઇએ, પરંતુ નાના ઉદ્યોગોને રો મટિરિયલ મળી રહે તે માટે ઇમ્પોર્ટ ડયૂટી લગાવવી જોઇએ નહીં. લઘુ ઉદ્યોગોના હિત માટે એ–ટફ સ્કીમ તથા ક્રેડીટ લીન્કડ કેપિટલ સબસિડી સ્કીમ ફરીથી શરૂ કરવી જોઇએ. MSMEના ડેવલપમેન્ટ માટે બેંકોએ પણ રૂપિયા બે કરોડ સુધીની લોન કો–લેટરલ વગર આપવી જોઇએ. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ MSMEના આસિસ્ટન્ટ ડિરેકટર નિલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, એક MSMEઉદ્યોગકાર એ ઉત્પાદન, માર્કેટીંગ, બ્રાન્ડીંગ અને ફાયનાન્શિયલ મેનેજમેન્ટ કરે છે. આથી વેપાર–ઉદ્યોગના વિકાસ હેતુ પ્રપોઝલ કઇ રીતે મુવ કરવી જોઇએ તેના માટે તેને એજ્યુકેશનની જરૂર પડે છે. એના માટે તેઓ સીજીટીએમએસઇ સ્કીમનો લાભ લઇ શકે છે. તેમણે MSME ઉદ્યોગકારોને કેન્દ્ર સરકારની સહાયક યોજનાઓ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે MSME ઇનોવેટીવ સ્કીમ, એમએસએમઇમાં ડિઝાઇન કમ્પોનન્ટ અને ડિઝાઇન આઇપીઆર રજિસ્ટ્રેશન વિષે માહિતી આપી ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે બિઝનેસમાં પ્રોડકટના પ્રોસેસિંગ, પેકેજિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટે ટ્રેડમાર્ક લેવો જોઇએ તથા આઇપીઆર આંત્રપ્રિન્યોરશિપ પર પણ ફોકસ કરવો જોઇએ. ટ્રેડર્સ, MSMEમાટે મહત્વના છે. આથી તમામ ટ્રેડર્સને MSME હેઠળ રજિસ્ટ્રેશન કરાવવા તેમણે અપીલ કરી હતી.- India News Gujarat