Movie Organized By Doctors : મુવી નું નામ શ્રીકાંત વ્યક્તિ જે ધારે તે આ કરી શકે છે એવા હેતુ થી આયોજન.
આ મુવી જે આંખોથી દિવ્યાંગ છે તે લોકો માટે બનાવવામાં આવી
શું શરીરમાં કોઈ ખોળ ખાંપણ હોય તો તે વ્યક્તિ સફળતા નથી હાંસિલ કરી શકતો આ વાતને તદ્દન ખોટી સાબિત કરતી એક મૂવી સામે આવી છે આપને જણાવી દઈએ ડોક્ટરો દ્વારા એક મૂવી જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુવી જે આંખોથી દિવ્યાંગ છે તે લોકો માટે બનાવવામાં આવી છે.
ડોક્ટરના પરિવારો અને તેમની સાથે જોડાયેલા લોકો આ મુવી ની મજા માણી
સુરત શહેરમાં આંખના રોગોના નિષ્ણાંત એવા ડોક્ટર ભાવિન પટેલ દ્વારા ગતરોજ એક મુવી જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરના પરિવારો અને તેમની સાથે જોડાયેલા લોકો આ મુવી ની મજા માણી હતી. આ મુવી નું નામ શ્રીકાંત છે જેમાં હીરો કે જે જન્મજાત આંખોથી દિવ્યાંગ છે જ્યારે તે બાળક ભેગા થયો ત્યારે તેનું પરિવાર તેને જીવવા દેવા માંગતો ન હતો પરંતુ માતા એ જ કહ્યું કે ના હું આ બાળકને નવું જીવન આપે અને અંતે આંખોથી દિવ્યાંગ હીરો શ્રીકાંત ને સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ સુવિધા ના અભાવે તેને ક્યાંય એડમિશન મળતું ન હતું તેથી તેને કોર્ટના દરવાજા ખખડાવ્યા અને તેને 60 માં ભણવાનું અવસર મળ્યું.
Movie Organized By Doctors : આ ફિલ્મનું મુખ્ય કારણ એ જ છે કે શરીરમાં જો કોઈ ખોડ ખાપણ હોય તો એવું નથી કે તે વ્યક્તિ દિવ્યાંગ છે
ત્યારબાદ તેને ક્રિકેટની ઈચ્છા તથા તે ભારત દેશ માટે ક્રિકેટ રમવા માટે પણ સિલેક્શન થયું હતું પરંતુ તેને ટેકનોલોજી ક્ષેત્ર અભ્યાસ કરવાનો હતો તેથી તેને ક્રિકેટ છોડી ભારત દેશ મા જ યુનિવર્સિટીઓમાં એડમિશન માટે એપ્લાય કર્યું પણ આંખોથી દિવ્યાંગ હોવાના કારણે તેને ક્યાંય પ્રવેશ ન મળ્યો અને અંતે તેને બહાર દેશમાં અપ્લાય કર્યું તો બહાર દેશની યુનિવર્સિટી તેની સ્કોલરશીપ આપી પોતાના કોલેજમાં પ્રવેશ અપાવ્યો. આ તમામ બાબતોમાં આ ફિલ્મનું મુખ્ય કારણ એ જ છે કે શરીરમાં જો કોઈ ખોડ ખાપણ હોય તો એવું નથી કે તે વ્યક્તિ દિવ્યાંગ છે પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે તેને બીજા કરતા વધુ પાવર તેનામાં છે અને જે ધારે તે આ કરી શકે છે.
તમે આ પણ વાંચી સકો છો :
Manish Sisodia: મનીષ સિસોદિયાને નથી મળી રાહત, દિલ્હી હાઈકોર્ટે ન્યાયિક કસ્ટડી 30 મે સુધી લંબાવી
તમે આ પણ વાંચી સકો છો :
NewsClick Case: સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ