HomeGujaratMONSOON UPDATE:આગામી 7 દિવસમાં આ જિલ્લામાં પડશે વરસાદ

MONSOON UPDATE:આગામી 7 દિવસમાં આ જિલ્લામાં પડશે વરસાદ

Date:

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા સમયથી કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ક્યાંય પણ નોંઘપાત્ર વરસાદ નથી નોંધાયો પરતું હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદી માહોલ ફરી જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ રાજ્યમાં છૂટછવાયો વરસાદ પડશે. 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ  સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.  વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની થઇ શકે છે.આજે દક્ષિણના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મઘ્ય વરસાદનું અનુમાન છે.

SHARE

Related stories

Latest stories