બજેટમાં કરવામાં આવી છે Model schoolની જોગવાઇ- India News Gujarat
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં Model school બનાવવાની જે જોગવાઇ બજેટમાં કરી છે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂપિયા 10.28 કરોડ રૂપિયાના ખર્ચે Model school બનાવવામાં આવશે. આગામી સ્થાયી સમિતિમાં શાળા માટેની દરખાસ્ત રજુ કરવામા આવી છે તેના પર નિર્ણય કરવામાં આવશે. પાલિકાની શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે પાલિકાની કેટલીક સ્કૂલો ખાનગી સ્કૂલને ટક્કર મારે એવી છે ત્યારે શાસકો હવે દરેક ઝોનમાં Model school બને તેવું આયોજન કરી રહ્યા છે. જેનાથી વિદ્યાર્થીઓને મોટો આર્થિક ફાયદો થવા સાથે વિદ્યાર્થીઓને Model school થકી ઉત્તમ શિક્ષણ મળશે.India News Gujarat
ક્યાં બનશે Model school- India News Gujarat
સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 35(કતારગામ)માં ફાઈનલ પ્લોટ નંબર 125 ખાતે ડભોલી વિસ્તારમાં Model school બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય વિનોદ મોરડીયા દ્વારા રજુઆત કરવામાં આવી હતી તેના આધારે શાસનાધિકારી અને સુરત મ્યુનિ. તંત્રએ અભિપ્રાય લઈને આ જગ્યાએ Model school બનાવવા માટે આયોજન હાથ ધરાયું છે.. Model school માટે જરૂરી પ્લાનિંગ, ડિઝાઇન, તથા અંદાજ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા પ્લાનીંગ બનાવ્યા બાદ તેને મંજૂર કરવામાં આવ્યું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે ત્રણ માળની Model school બનાવવામાં આવશે. એવુ નક્કી કરવામાં આવ્યુ છે.India News Gujarat
શું સુવિધા મળશે વિદ્યાર્થીઓને Model schoolમાં – India News Gujarat
આ Model schoolમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વર્ગ ખંડ સાથે લાયબ્રેરી, સિક્રુયીરી કેબીન, લેડીઝ, જેન્ટસ ટોયલેટ, હેન્ડીકેપ ટોયલેટ, પીવાના પાણીની પરબ, સ્પોર્ટ્સ રૂમ, પ્રિન્સીપાલ ઓફિસ, સ્ટાફ રૂમ, કાર અને સાઈકલ પાર્કિંગ અને રેમ્પની સુવિધા રહેશે. આ ઉપરાંત પહેલા, બીજા અને ત્રીજા માળે Model schoolમાં ક્લાસ રૂપ સાથે ટોયલેટ બ્લોક, અને યુરિનલ બનાવવામાં આવશે. આ Model schoolના ઈન્ફાસ્ટ્રકચર માટે 10.28 કરોડ રૂપિયાનો ખર્ચ થશે ત્યાર બાદ તેમાં Model school માટે અન્ય સુવિધા ઉભી કરવામાં આવશે. Model school આગામી દિવસોમાં તમામ ઝોનમાં બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે.India News Gujarat