HomeGujaratPM મોદી પાટીદારોને રિઝવવા સૌરાષ્ટ્રમાં!! – India News Gujarat

PM મોદી પાટીદારોને રિઝવવા સૌરાષ્ટ્રમાં!! – India News Gujarat

Date:

Mission Gujarat-2022

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગરઃ Mission Gujarat-2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત પ્રવાસની શરૂઆત કરવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ સૌરાષ્ટ્રના પાટીદારોને રિઝવવા માટે આયોજિત કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. વર્ષ 2017માં સૌરાષ્ટ્રના ભાજપના ગઢ ગણાતા અને પાટીદારોની વધુ વસ્તી ધરાવતી બેઠકો ગુમાવવી પડી હતી. તેને જોતાં આ વખતે ભાજપે 2017માં હારેલી બેઠક ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની રણનીતિ અપનાવી છે અને તેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે અને આ સભામાં ત્રણ લાખથી વધુ લોકો આવે એવી અપેક્ષા ભાજપ દ્વારા રાખવામાં આવી છે. India News Gujarat

પટેલ મતદારોને રીઝવવા મેગા રેલી

Mission Gujarat-2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટેલ મતદારોને રીઝવવા માટે પાટીદાર પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રમાં એક મોટા કાર્યક્રમને સંબોધવાના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાટીદાર મતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2015ના પાટીદાર આંદોલન પછી ઘણા લોકો ભાજપથી નાખુશ હતા. તેની અસર 2017ની ચૂંટણીના પરિણામોમાં પણ જોવા મળી હતી. 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી ભાજપને 11 બેઠકોનું સીધું નુકસાન થયું હતું. વર્ષ 2012માં સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 30 બેઠકો ભાજપની પાસે હતી જે વર્ષ 2017ની ચૂંટણીમાં ઘટીને 19 થઈ ગઈ. અને કોંગ્રેસને 13 બેઠકોનો આ વિસ્તારમાં ફાયદો થયો. વર્ષ 2012માં કોંગ્રેસ પાસે 15 બેઠકો જ હતી જે વધીને સીધી 2017માં 28 પર પહોંચી ગઈ. આ પરિવર્તન માટે એવું કહેવાઈ રહ્યું છે કે વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનની આડઅસર હતી. જોકે, 2017માં ભાજપ ચૂંટણી જીતવામાં સફળ રહ્યું હતું. પાટીદાર આંદોલન બાદ અનેક પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાયા હતા. India News Gujarat

હાર્દિક પટેલ આગામી સપ્તાહમાં જોડાશે ભાજપમાં

Mission Gujarat-2022

Mission Gujarat-2022: પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના કન્વીનર અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ 30 મે અથવા 31 મેના રોજ ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે. તેમણે શુક્રવારે અમદાવાદમાં આ અંગેનો ઈશારો કરીને ચૂંટણી લડવાનો ઈશારો પણ કર્યો હતો. પટેલે એક ચેનલ પરના એક કાર્યક્રમમાં સંકેત આપ્યો છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પાર્ટી નક્કી કરશે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ સોમનાથ મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકતા યાત્રાનું નેતૃત્વ કરશે. India News Gujarat

ભાજપમાં જોડાવા માટે હાર્દિકને અપાયા બે વિકલ્પ

Mission Gujarat-2022: ભાજપના આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા માટે એક ભવ્ય કાર્યક્રમ હશે. તેમને ભાજપમાં જોડાવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં અથવા ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અથવા ગાંધીનગરમાં બી. એલ. સંતોષની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ શક્યા હોત. તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. સૂત્રોએ જણાવ્યું હતું કે હાર્દિક અને ભાજપ આ દિવસે એક વિશાળ સભાને સંબોધવાનું આયોજન કરી રહ્યા છે. India News Gujarat

Mission Gujarat-2022

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદી ગુજરાતની ચૂંટણી પહેલા શતરંજની બાજી ગોઠવવામાં વ્યસ્ત – India News Gujarat

આ પણ વાંચોઃ Rajyasabhaની ચૂંટણીમાં અડધીથી વધુ બેઠકો બદલવાના મૂડમાં ભાજપ – India News Gujarat

SHARE

Related stories

Latest stories