Miss Universe હરનાઝ કૌર સંધુને કોર્ટે નોટીસ ફટકારી -India News Gujarat
Miss Universe હરનાઝ કૌર સંધુને ચંદીગઢની એક કોર્ટે એક ફિલ્મ પ્રમોશન વિવાદ સંબંધિત અભિનેત્રી ઉપાસના સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં નોટિસ પાઠવી છે. સિવિલ જજ જૂનિયર ડિવીઝનની એક અદાલતે Miss Universe હરનાઝ કૌર સંધુને 7 સપ્ટેમ્બર 2022 સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉપાસના સિંહ ‘ધ કપિલ શર્મા શો’માં બુઆ’ની ભૂમિકા માટે પ્રખ્યાત છે. ઉપાસના સિંહે 4 ઓગસ્ટના રોજ Miss Universe હરનાઝ કૌર સંધુ સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો, જેમાં Miss Universe હરનાઝ કૌર સંધુને કથિત રૂપે કરારનો ભંગ કરવા અને તેમની વચ્ચેના કરારની શરતોમાં તેમની જવાબદારીઓનું પાલન ન કરવા બદલ 1 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું હતું. નુકસાનીનો દાવો કર્યો હતો.-India News Gujarat
Miss Universe સામે શું છે મામલો ?-India News Gujarat
Miss Universe હરનાઝ સંધુ સામેના કેસ મામલે ઉપાસના સિંહે કહ્યું કે,પોતાના બેનર સંતોષ એન્ટરટેનમેન્ટ સ્ટૂડિયો એલએપી હેઠળ વર્ષ 2020માં એક પંજાબી ફિચર ફિલ્મ ‘બાઈ જી કુટ્ટંગે’માં મુખ્ય કલાકાર તરીકે તેમણે Miss Universe હરનાઝ કોર સંધુને સાઈન કરી હતી. ઉપાસનાએ દાવો કર્યો હતો કે, 13 ડિસેમ્બર, 2020 ના રોજ હસ્તાક્ષર કરાયેલ કરાર દ્વારા તે ખાસ કરીને બંને પક્ષો વચ્ચે સંમત થયા હતા કે, તે ફિલ્મ પ્રમોશનની પ્રમોશનલ પ્રવૃત્તિઓ દરમિયાન વર્ચ્યુઅલી પોતાને હાજર રાખશે. Miss Universe હરનાઝ કોર સંધુ સામે ઉપાસનાએ આરોપ લગાવ્યો કે, Miss Universe હરનાઝને Miss Universe 2021નો ખિતાબ મળ્યા બાદ અને વૈશ્વિક ઓળખ મળ્યા બાદ તેનું વર્તન બદલાઈ ગયું હતું. તેણે આરોપ લગાવ્યો કે, Miss Universe હરનાઝ સંધુએ પ્રોડક્શન હાઉસ તેમજ અન્ય તમામ સંબંધિત હિતધારકો દ્વારા કરવામાં આવેલા તમામ સંદેશાવ્યવહારની સંપૂર્ણ અવગણના કરી હતી. તેણે એક પણ મેસેજ કે તેને મોકલેલા કોઈપણ ઈ-મેઈલનો જવાબ આપ્યો ન હતો. Miss Universe તરફથી આવા વર્તનને પરિણામે ફિલ્મે તેના ડિસ્ટ્રીબ્યુટર્સ ગુમાવી દીધા છે તેની રીલિઝ ડેટ સાથે કરાર કરવામાં આવ્યો અને આખરે રિલીઝ ડેટ 27 મે 2022 થી 19 ઓગસ્ટ સુધી સ્થગિત રાખવામાં આવી છે. -India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-State Telecom Minister Statement:દેશમાં આગામી મહિને શરૂ થઈ શકે છે 5જી સેવાઓ
આપ આ પણ વાંચી શકો છોઃ-Chinese Company:વધુ એક ચીની કંપની Vivo મોબાઈલ પર 2,217 કરોડની કરચોરીનો આરોપ