Metro Operation In Surat : રસ્તા પર કિચડ ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી કેટલીક બાઇકો કીચડના કારણે સ્લીપ થઈ. સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા નહીં મેટ્રોના કર્મચારીઓએ કિચડ સાફ કરવાની કામગીરી શરૂ કરી. રસ્તા પર કિચડ ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
કોલેજના વિદ્યાર્થીઑ ટ્રાફિક જયાં ને કારણે ભારે હાલાકી ભોગવવી પડી
સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને લોકોની મુશ્કેલી વધી ગઈ છે, અઠવાગેટ પર રસ્તા પર કિચડ ફરી વળ્યું હોવાની ઘટનાથી સવારે નોકરી ધંધે જનારા વાહન ચાલકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઑ ટ્રાફિક જયાં ને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી..
બાઇકો કિચડના કારણે સ્લીપ મારી ગઈ હતી
સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રસ્તાઓ હાલ સાંકડા થઈ ગયા છે. તો બીજી તરફ કામગીરી દરમિયાન રસ્તા પર માટી આવી ગઈ હતી. ચીકણી માટીના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે રસ્તા પર પાણીનો મારો ચલાવીને કિચડને દૂર કરી રસ્તો સાફ કર્યો હતો. સુરતમાં અઠવાગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કિચડ ફરી વળ્યું હતું. રસ્તા પર કિચડ ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક બાઇકો કિચડના કારણે સ્લીપ મારી ગઈ હતી. જેથી નાની મોટી વાહનચાલકોને ઈજા પણ પહોંચી હતી. સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા ન પહોંચતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. આ કીચડ સાફ કરવાની કામગીરી દરમ્યાન ભારે ટ્રાફિક જયાં સર્જાયો હતો જેના કારણે હજારો લોકો અટવાયા હતા ને હાલાકી ભોગવવી પડી હતી..
Metro Operation In Surat : ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો
કીચડ ફેલાઈ જવાની ઘટનાની જાણ થતા જ મેટ્રોના કર્મચારીઓએ કિચડ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા પર કિચડ ફરી વળતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેથી ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. જેથી રસ્તા પર ફરી વળેલું કિચડ સાફ થતાં વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Holi 2024: કપરાડા તાલુકામાં હોળી ઉજવણી, આદિવાસી સમાજમાં પ્રચલિત એવા ભવાની નૃત્ય મેળો