HomeGujaratહવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ચોમાસાનું સમયસર આગમન થશે

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ચોમાસાનું સમયસર આગમન થશે

Date:

કોરોના કહેરની સાથે રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. કોરોના કહેરની સાથે ગરમીના પ્રકોપે રાજ્યમાં લોકોની સમસ્યાઓ વધારી છે જો કે કેટલાક દિવસથી પારો સતત ઉપર જ રહે છે. જેમાં અમદાવાદ તો હોટ સીટી બન્યું છે. ઉંપરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ 43 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું છે.

ગરમીના પ્રકોપથી બચવા લોકો ચોમાસા તરફ મીટ માંડી બેઠા છે. જો કે અરબી સમુદ્રમાં સાઈક્લોનીક પ્રેશર બનતા ગરમીથી રાહતની શક્યતાઓ વધી છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસા વિશે જણાવ્યું છે કે ચોમાસાનું સમયસર આગમન થશે.. તો 31મે થી 4 જૂન સુધી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય રહેશે..ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવીટીની અસર હાલ દેખાઈ રહી છે…તો લો પ્રેશરના કારણે આગામી 3 દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે..અને કેટલાક ભાગોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે..

SHARE

Related stories

Latest stories