HomeGujaratLRD recruitment exam :10 એપ્રિલે યાજાશે LRDની પરિક્ષા : ગૃહ રાજ્યમંત્રીએ પાઠવી...

LRD recruitment exam :10 એપ્રિલે યાજાશે LRDની પરિક્ષા : ગૃહ રાજ્યમંત્રીએ પાઠવી શુભકામનો -India News Gujarat

Date:

LRD recruitment exam 10 એપ્રિલના રોજ યોજાશે -India News Gujarat

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરિક્ષાઓમ ગેરરીતી અને પેપર લીક થવાની ઘટનાઓ અવારનવાર સામે રહી છે. આ વચ્ચે હાલમાં (LRD exam) લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. જે માટેના કોલ લેટર ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે.ત્યારે એક કાર્યક્રમ દરમ્યાન ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.અને સાથેજ  (LRD exam) પરિક્ષા આપનાર તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી

યુવરાજ સિંહની ધરપકડ મામલે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન -India News Gujarat

પેપરલીક મામલે યુવરાજ સિંહની ધરપકડ બાદ રાજ્યનાગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલીવાર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહ દ્વાર અવાર નવાર પેપર લીક મામલે અરજીઓ અપાઈ છે. તે તમામ અરજીઓને અમે ગંભીરતા પૂર્વક લીધી છે. તેમાં જે જે હકીકત સાચી હતી. તેમાં તાત્કાલિક કેસ દાખલ કરવામાં આવ્યા છે. તમામ કેસોને ગંભીરતા પૂર્વક તપાસ કરવામાં આવી છે.

બીજી તરફ ગાંધીનગર ખાતે પોલીસ પર કાર ચઢાવવાનો કેસ જે તે પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં કાયદો કાયદાનું કામ કરશે. જેના માટે યુવરાજ સિંહ પર કોઈ પણ પ્રકારના એક્સટ્રા પગલાં ભરાયા નથી. આ પહેલા પણ યુવરાજ સિંહ જે જે વાત લાવ્યા છે. તેને અમે ગંભીરતા પૂર્વક લીધી છે.  -Latest Gujarati News 

રાજ્યનાગૃહમંત્રી હર્ષ સંઘવી તમામ (LRD exam) ના  ઉમેદવારોને પાઠવી શુભકામનાઓ પાઠવી વધુમાં જણાવ્યું કે 

  • રાજ્યમાં કુલ 7 સેન્ટર પર પરીક્ષા (LRD exam) લેવાશે
  • IPS હસમુખ પટેલ ના નેતૃત્વમાં યોજાશે (LRD exam) પરિક્ષા
  • કોઇ પણ ઉમેદવાર ખોટી વિગતોથી ભરમાશો નહિ-સંઘવી
  • તમામ પરીક્ષા સેન્ટર ઉપર ઝડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે.
  • દરેક સેન્ટર ઉપર P.I સહિતના અધિકારીઓને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
  • ઉમેદવારોને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
  • પરીક્ષા માટે સરકાર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હોવાની માહિતી આપી
  • પરિક્ષા દરમ્યાન કોઈ તકલીફ પડે તો ઉચ્ચ પોલીસ અધિકારી નો સંપર્ક કરવા વિનતી કરી

કેટલા ઉમેદવારો થયા છે પાસ? -India News Gujarat

(LRD exam) શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ (LRD exam) પરીક્ષામાં 2.95 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે. તમને જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવી શારીરિક દોડ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં બિન-હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 તેમજ હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. -Latest Gujarati News 

તમે આ પણ વાંચી શકો છો: Mediclaim denied : મેડીક્લેઈમ તપાસમાં ખાનગી તપાસ એજન્સીઓની “તાનાશાહી”

તમે આ પણ વાંચી શકો છો: Cardless Cash Withdrawal-રિઝર્વ બેન્કે કરી આ મોટી જાહેરાત

SHARE

Related stories

Latest stories