Leopardને ઝડપી પાડવા વન વિભાગે પ્રાયાસો હાથ ધર્યા – India News Gujarat
સામાન્ય રીતે Leopard સહિતના જંગલી પ્રાણીઓ મોટા ભાગે જંગલમાં જ જોવા મળે છે પરંતુ જો તે ગ્રામ્ય વિસ્તારમાં કે સીમમાં જોવા મળે તો લોકોમાં ગભરાટ ફેલાઇ જાય છે. સુરત જિલ્લામાં પણ માંડવી , કામરેજ સહિતના વિસ્તારમાં Leopard જોવા મળે છે પરંતુ ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં પણ ગત રોજ જિણોદ ગામની સીમમાં Leopard જોવા મળ્યો હોય ગ્રામજનો મા ફફડાટ ફેલાયો છે. ગામના લોકોએ આ મામલે વન વિભાગને જાણ કરી છે તેમજ તેમના વિસ્તારમા મહાકાય કહી શકાય એવો Leopard આંટા મારતો હોવાની ફરિયાદ કરી છે. જેથી વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકીને Leopardને ઝડપી પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. – India News Gujarat
જિણોદ ગામની સીમમાં દેખાયો Leopard – India News Gujarat
ઓલપાડના જિણોદ ગામ નજીક Leopard દેખાતા આજુબાજુના ગામમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામની નજીક શેરડીના ખેતરમાં શેરડી કાપી રહેલા મજૂરોએ Leopardને જોતા તેઓ ખેતર છોડીને ભાગી છૂટ્યા હતા. ગામના સરપંચે ફોરેસ્ટ વિભાગને Leopard અંગેની જાણ કરતાં અધિકારીઓ દોડી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં Leopard આવ્યો હોવાની પૃષ્ટી કરવામાં આવી છે. ગામના લોકોના જણાવ્યા અનુસાર ગત રોજ Leopard દીપડાને કામ કરી રહેલા મજૂરોએ જોયો હતો. મજૂરોએ જોતાં જ ખેતરના માલિકને જાણ કરી હતી અને કામ બંધ કરી દીધું હતું. ખેડૂત દ્વારા Leopard મામલે. સરપંચને જાણ કરવામાં આવી હતી અને છેવટે ફોરેસ્ટ વિભાગને જાણ કરી દેવાતાં અધિકારીઓ જિણોદ ગામ દોડી આવ્યા હતા. હાલ જિણોદથી કમરોલી જતો રસ્તો બંધ કરી દેવાની કામગીરી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગે અહીં પાંજરાની ગોઠવણી કરીને Leopard ને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. Leopard એક વખત ખેતરની નહેરમાં પાણી પીવા નીકળ્યો હોવાની પણ માહિતી મળી છે. આ બાબતે જ્યારે ફોરેસ્ટ અધિકારી મનીષાબેન પરમારને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જિણોદ ગામ નજીક ખેતરમાં Leopard ઘૂસ્યો હોવાની પુષ્ટી કરી હતી. મનીષાબેન પરમારે કહ્યું કે ‘અમારો સંપૂર્ણ સ્ટાફ હાલ જિણોદ ગામમાં તૈનાત છે અને Leopard ને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Oil spilled with water હજીરા દરિયા કિનારે આવ્યુ
આપ આ પણ વાંચી શકો છોઃ-IPLની મેચ પર ગુજરાતમાં સટ્ટા રેકેટનો સુરતમાં પર્દાફાશ