PM મોદી, રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા, અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ને સંબોધી લખાઈ પત્રિકા
વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને ઉમેદવારો લોકો વચ્ચે જઈ અને સમર્થન માંગી રહ્યા છે. ભાજપ દ્વારા આ બેઠક પર મૂળ વાસદા ના ધવલ પટેલ નામના ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જેઓ ભાજપના એસટી મોરચાના સોશિયલ મીડિયા સેલમાં રાષ્ટ્રીય લેવલે કામ કરી હોદ્દો ધરાવતા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા વાસદાના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.ત્યારે હવે છેલ્લા કેટલાક સમય થી સોશિયલ મીડિયામાં ભાજપ ના ઉમેદવાર ધવલ પટેલને લઈ એક નનામી પત્રિકા વાયરલ થઈ રહી છે. જેમાં ઉમેદવાર ધવલ પટેલ ના નામ ની જાહેરાત થી સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ નારાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ધવલ પટેલ મતવિસ્તાર બહાર સુરત રહેતા હોવાનું જણાવવા માં આવ્યું છે.સાથી તેઓ અહીંના સ્થાનિક ન હોવાથી પાર્ટી ના કોઈ અગ્રણીઓ કે કાર્યકર્તાઓની સાથે પણ સંપર્કમાં ન હોવાથી પાર્ટીમાં અંદરખાને છુપો અણગમો વ્યક્ત થઈ રહ્યો હોવાનો આ વાયરલ થયેલી પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે.
પત્રિકામાં લખાયું છે ધવલ પટેલ ના નામ ની જાહેરાત થી સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ નારાજ
પત્રિકા લખનાર પોતે પોતાને ભાજપનો કાર્યકર્તા હોવાનું જણાવી અને તેમાં વિવિધ મુદ્દે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનને પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિક અગ્રણીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે. વાયરલ થયેલી પત્રિકા બાદ જિલ્લામાં ભાજપ હવે આ મામલે ઉમેદવાર બદલવા ની તૈયારી ચાલતી હોવાની સોશિયલ મીડિયા ના અફવા ચાલી રહી છે.આ વાઇરલ પત્રિકા અને મેસેજ ને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપ ના ઉમેદવારને લઈ આક્ષેપો કર્યા હતા. ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બહાર ના ગણાવી ઉમેદવાર બદલવા અંગેની ચાલતી ચર્ચાઓ અંગે કોંગ્રેસ એ આ ભાજપનો આંતરિક મામલો હોવા નું જણાવી રહ્યા છે. અને જોકે ભાજપ ઉમેદવાર બદલે કે ન બદલે પરંતુ આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થશે તેવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકા અને ઉમેદવાર બદલવા ની ચાલી રહેલી ચર્ચાઓના મુદ્દે ભાજપ નો પ્રતિક્રિયા પણ સામે આવી છે.ભાજપ ના મતે કોંગ્રેસ હારી રહી હોવાનું દેખાઈ રહ્યું હોવાથી લોકો નું ધ્યાન ભટકાવવા માટે ખોટી અફવાઓ અને દુષપ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનુ ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે .જોકે અત્યારે તો લોકસભાની ચૂંટણીને કારણે બંને પાર્ટીઓ અને ઉમેદવારો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતાં જિલ્લાનું રાજકારણ પણ ગફામાઈ રહ્યું છે.