જૂનાગઢ ની જુની સિવિલ હોસ્પિટલની ખાલી પડનાર જગ્યા પર ઘણા લોકો ની નજર હતી પરંતુ શહેર મધ્યે વિશાળ જગ્યા ખાલી પડશે એ બાબતે દુરંદેશી નજર રાખી ને આ ખાલી પડનાર જગ્યા પર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બનાવવા માં આવે તે પ્રકારની માંગણી રાજ્ય સરકાર ને કરી હતી આ અન્વયે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ને નવેમ્બર 2017 ના રોજ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2018 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ઈમેલ દ્વારા રજુઆત કરી હતી જે રજૂઆતે લક્ષ્ય પ્રાપ્તિ ના દરવાજા ખોલ્યા હતા અને 27 માર્ચ 2018 ના રોજ આ અંગે ની પ્રક્રિયા શરૂ થવા ની હૈયાધારણા આપી હતી સતત રજૂઆત અને મિડિયા ના સંપૂર્ણ સહકાર ને કારણે તારીખ 22/1/21 ના રોજ જૂૂૂનાગઢ કલેક્ટર કચેરી દ્વારા આ ખાલી પડેલી જગ્યા ન્યાયાલય બનાવવા માટે તબદીલ કરવામાં આવી હતી. પરંતુ ઘણાં સમયથી કોઈ કાર્યવાહી શરૂ ના થવાને કારણે સ્થળ પર સતત વધતા જતી અસામાજિક તત્વો ની પ્રવૃતિ ની રજૂઆત રાજ્ય ના કાયદા મંત્રી શ્રી અને મુખ્ય ન્યાયાધીશ સાહેબ શ્રી ને કરવામાં આવી જેના અનુસંધાને તારીખ 22/4/22 ના રોજ મુખ્ય ન્યાયાધીશ સાહેબ શ્રી દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે સંપૂર્ણ પરિસરમાં બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આખરે તારીખ 1/6/22 ના રોજ રાજ્ય સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગ બનાવવા માટે નવાણું કરોડ અડસઠ લાખ રૂપિયા ની ફાળવણી કરવામાં આવી હતી અને હવે આજે તારીખ 22 ઓક્ટોબર ના રોજ 4.30 વાગ્યે આ ભવન નિર્માણ નુ વર્ચ્યુઅલ ખાતમુર્હત થયું છે ત્યારે સંકલ્પ થી સિધ્ધિ તરફ વધુ એક કદમ આગળ વધવા નો અમુલ્ય અવસર પ્રાપ્ત થયો છે… . ધન્ય ધરા નરસૈયા
By: Ashok Barot, Junagadh