Kamrej Shobha Yatra : શિક્ષણ મંત્રીએ સીતા બનેલી નાની બાળકી સાથે સેલ્ફી લીધી પ્રફુલ પાનસેરિયાએ રામનું શું મહત્વ છે તે સમજાવ્યું.
સીતા બનેલી નાની બાળકી સાથે સેલ્ફી લીધી
સુરત જીલ્લાના કામરેજ ખાતે રામનવમીના દિવસે હિંદુ સંગઠનો ધ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાંમોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ શોભા યાત્રામાં હાજરી આપી સીતા બનેલી નાની બાળકી સાથે સેલ્ફી લીધી હતી. રામ નવમી નિમિત્તે કામરેજ ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈએ કાર્યક્રમમાં હાજરી આપી સંગઠનોનો ઉત્સાહ વધાર્યો હતો.
Kamrej Shobha Yatra : જાય શ્રી રામ ના નારા લગાવી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી
ચૈત્રી નવરાત્રીના નવમાં નોરતે દેશમાં રામનવમી તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરત જીલ્લામાં પણ રામનવમી થી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ,સુરત જીલ્લાના કામરેજ ખાતે વિવિધ અલગ અલગ હિંદુ સંગઠનો દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી ,ઉજવણીના ભાગરૂપે કામરેજ ગામે આવેલા ઉમા કોમ્પ્લેક્સ થી એક શોભા યાત્રા કાઢવામાં આવી હતી .આ શોભાયાત્રામાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ જોડાયા હતા અને ભગવાન રામલલાની આરતી ઉતારી હાથમાં કેસરી ધજા સાથે જાય શ્રી રામ ના નારા લગાવી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.મીડિયા સાથે વાતચીત દરમ્યાન પ્રફુલ પાનસેરિયા એ એમના માટે રામનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું સાથે સાથે રામના નામ પર થતી રાજનીતિ બાબતે પણ કહ્યું હતું કે રામના નામે રાજનીતિ નથી થઇ રહી પરંતુ ૫૦૦ વર્ષના સંઘર્ષ પછી રામલલાનું જ્યાં ઝુપડીમાં તંબુમાં તેમનું પૂજન થતું હતું આજે ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે આ રાજનીતિ નથી રામનું પૂજન છે એમ જણાવ્યું હતુ.
તમે આ પણ વાંચી સકો છો :
Voting Awareness: સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન, સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ
તમે આ પણ વાંચી સકો છો :