HomeGujaratJudge વિ કે વ્યાસે ફેનિલને ફાંસીની સજા સંભળાવતા પહેલા ક્યા સંસ્કૃત શ્લોકનું...

Judge વિ કે વ્યાસે ફેનિલને ફાંસીની સજા સંભળાવતા પહેલા ક્યા સંસ્કૃત શ્લોકનું ગાન કર્યું જાણો અર્થ સાથે- India News Gujarat

Date:

Judge વિ કે વ્યાસે ફેનિલને ફાંસીની સજા સંભળાવતા પહેલા ક્યા સંસ્કૃત શ્લોકનું ગાન કર્યું – India News Gujarat

સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં Judge વિ કે વ્યાસે ફેનિલને ગત રોજ ફાંસીની સજા સંભળાવી હતી. આ સજા સંભળાવતા પહેલા જ્યારે Judge વિ કે વ્યાસ બોર્ડ પર આવ્યા ત્યારે તેમણે મનુસ્મૃતિનો એક શ્લોક કહ્યો હતો. Judge વિ કે વ્યાસ જે શ્લોક બોલ્યા હતા તે આ હતા.

यत्र श्यामो लोहिताक्षो दन्डश्चरति पापहा,

प्रबास्तत्र न मुह्यन्ति नेता चेत्साधु पश्यति.

Judge વિ કે વ્યાસે મનુસ્મૃતિનો જે શ્લોક કહ્યો હતો તેનો અર્થ આ પ્રમાણે થાય છે. જ્યાં શ્યામ વર્ણ અને લાલ આંખ વાળા અને પાપનો નાશ કરવાવાળા દંડ વિચરણ કરે છે અને જ્યાં ન્યાયના શાસનનું નિર્વાહ કરવા વાળા ઉચિત અનુચિતનો વિચાર કરીને દંડ અપાય છે ત્યાં પ્રજા આકુળ વ્યાકુળ નથી હોતી. – India News Gujarat

 Judge વિ કે વ્યાસે આપ્યો 506 પાનાનો ચુકાદો – India News Gujarat

Judge વિ કે વ્યાસે ગત રોજ સુરત કોર્ટમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આખરી ચુકાદો જાહેર કર્યો હતો. ગ્રીષ્મા વેકરીયા નામની કોલેજીયન યુવતીને તેના ઘર પાસે જઇ અને યુવતીની માતા તેમજ ભાઇ સહિતના પરિવારજનો સામે જ ધારદાર છરાથી બે રહેમી પુર્વક રહેંસી નાંખનારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. Judge વિ કે વ્યાસે ફેનિલ ગોયાણીને જે ફાંસીની સજા સંભળાવી છે તે કુલ 506 પાનાનો ચુકાદો છે. સુરત કોર્ટમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ફેનિલ સામે કુલ 190 પૈકી 105 સાક્ષીઓને ચકાસવામાં આવ્યા હતા. તેમજ 85 સાક્ષીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. – India News Gujarat

Judge વિ કે વ્યાસે 69 દિવસમાં ફેનિલને ફાંસીનો ઓર્ડર કર્યો – India News Gujarat

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં પોલીસ દ્વારા સાત જ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. તેમજ આરોપી ફેનિલ ગોયાણી સાથે ઝડપથી ન્યાયીક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એવુ રાજ્યના ગૃહમંત્રી દ્વારા પણ જાહેર કરવામાં આવ્યુ હતું. ત્યારે આ કેસ સુરતના Judge વિ કે વ્યાસની કોર્ટમાં ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમજ Judge વિ કે વ્યાસ દ્વારા માત્ર 69 દિવસમાં તમામ સાક્ષીઓ, પુરાવાઓ સહિત ફરિયાદ પક્ષની અને બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી ફેનિલ ગોયાણીને ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-harsh sanghvi ગ્રીષ્માના પરિવારની મુલાકાતે પહોચ્યા

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat: મહિલાના નામે ફેક આઈડી બનાવી અશ્લીલ ચેટીંગ કરતા યુવકને પોલીસે પકડી પાડયો

SHARE

Related stories

Latest stories