HomeGujaratInternational Air Cargo Terminal સુરત એરપોર્ટ પર શરૂ કરવા રજૂઆત-India News Gujarat

International Air Cargo Terminal સુરત એરપોર્ટ પર શરૂ કરવા રજૂઆત-India News Gujarat

Date:

International Air Cargo Terminal સુરત એરપોર્ટ પર શરૂ કરવા રજૂઆત-India News Gujarat

International Air Cargo Terminal સુરત એરપોર્ટ ખાતે શરૂ કરવા માટેની માંગણી સાથે  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠવાલા AAI Cargo Logistics and Allied Services Company Limitedના સીઇઓ અજય કુમાર ભારદ્વાજ, સુરત એરપોર્ટના ડિરેકટર અમન સૈની, સુરત ડાયમંડ બુર્સના સીઇઓ મહેશ ગઢવી તથા ઉત્સવ શાહ, જીજેઇપીસીના રજત વાની, ટેકસટાઇલ સેકટરમાંથી શ્રીકાંત મુંદડા, મેડીકલ સેકટરમાંથી રાહુલ ગાયવાલા વિગેરે ઉપસ્થિત રહયા હતા.-India News Gujarat

International Air Cargo Terminal શા માટે સુરત એરપોર્ટ પર છે આવશ્યક ? -India News Gujarat

International Air Cargo Terminal અંગે અગ્રણીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે Domestic Air Cargo Terminal કાર્યરત છે, પરંતુ જે રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ડાયમંડ, ડાયમંડ મશીનરી, ટેકસટાઇલ, ઝીંગા વિગેરેનું એકસપોર્ટ થઇ રહયું છે તેને જોતા International Air Cargo Terminalની જરૂરિયાત ઉભી થઇ છે. હાલ વાયા મુંબઇ અને દિલ્હી થઇને વિદેશોમાં International Air Cargo Terminal મારફત એકસપોર્ટ કરવામાં આવી રહયું છે. જો કે, વર્ષના અંત સુધીમાં સુરત ડાયમંડ બુર્સ સંપૂર્ણપણે ધમધમતું થઇ જશે તો International Air Cargo Terminal ની જરૂરિયાત હજુ પણ વધી જશે. વળી, અઠવાડિયામાં બે વખત સુરતથી શારજાહ માટે ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ છે તથા આગામી સમયમાં સુરતથી દુબઇ, બેંગકોક અને સિંગાપોર માટે ઇન્ટરનેશનલ ફલાઇટ મળવાની શકયતા છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વહેલી તકે International Air Cargo Terminal શરૂ કરવા માટે આઇકલાસના સીઇઓને રજૂઆત કરવામાં આવી હતી. આઇકલાસના સીઇઓ અજય કુમાર ભારદ્વાજે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે International Air Cargo Terminal શરૂ કરવા માટે તેઓને કસ્ટમ્સના ખર્ચનો ઇશ્યુ ઉભો થાય છે અને મહિને આશરે રૂપિયા ૧૦ થી ૧ર લાખનો ખર્ચ થાય છે. જો ઉદ્યોગકારો આ ખર્ચને ઉપાડી શકે તેવી બાંયધરી આપશે તો એરપોર્ટ ઓથોરિટીને International Air Cargo Terminal શરૂ કરવામાં કોઇ વાંધો નથી.  આ સંદર્ભે જીજેઇપીસીના રજત વાની અને સુરત ડાયમંડ બુર્સના સીઇઓએ સુરત એરપોર્ટ ખાતેથી એકસપોર્ટ કરવામાં આવતા ડાયમંડના એક પાર્સલ પાછળ તેઓ જો રૂપિયા ૧૦૦ આપશે તો પણ કસ્ટમ્સનો ખર્ચ સરળતાથી નીકળી જશે તેમ આઇકલાસના સીઇઓને જણાવ્યું હતું. અંતે ચેમ્બરના નેજા હેઠળ સુરત ડાયમંડ બુર્સ અને જીજેઇપીસી દ્વારા આ મામલે એક સરવે કરવામાં આવશે અને એરપોર્ટ ઓથોરિટીને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. ત્યારબાદ ફરીથી મિટીંગ કરીને સુરત એરપોર્ટ ખાતે International Air Cargo Terminal શરૂ કરવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેમ નકકી થયું હતું.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Emergencyને થયા 47 વર્ષ- ભાજપે મનાવે છે કાળો દિવસ

આપ આ પણ વાંચી શકો છોઃ-Akasa Airlines:જુલાઈના અંત સુધીમાં પહેલી ફ્લાઇટ ઉડશે

 

SHARE

Related stories

Latest stories