HomeGujaratIncentive scheme for textile park વિશે ઉદ્યોગકારોને માહિતી અપાઇ - India News...

Incentive scheme for textile park વિશે ઉદ્યોગકારોને માહિતી અપાઇ – India News Gujarat

Date:

Incentive scheme for textile park વિશે ઉદ્યોગકારોને માહિતી અપાઇ – India News Gujarat

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરતના સંયુકત ઉપક્રમે Financial Assistance to Integrated Logistics Facilities સ્કીમ વિશે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જનરલ મેનેજર એમ. કે. લાદાણીએ ઉદ્યોગકારોને Incentive scheme for textile park અંગે મહત્વની Financial Assistance to Integrated Logistics Facilities વિશે વિસ્તૃત માહિતી આપી હતી. એમ. કે. લાદાણીએ Financial Assistance to Integrated Logistics Facilities સ્કીમ વિશે જણાવ્યું હતું કે, આ સ્કીમ હેઠળ લોજિસ્ટીક પ્રોજેકટના કુલ ડેવલપમેન્ટ કોસ્ટના રપ ટકા અથવા રૂપિયા ૧પ કરોડ સુધીની કેપીટલ સબસિડી મળવા પાત્ર છે. જેમાં લેન્ડ કોસ્ટનો સમાવેશ થતો નથી. ઇન્ટરેસ્ટ સબસિડી સાત વર્ષ માટે ૭ ટકા તેમાં પણ વધુમાં વધુ વાર્ષિક રૂપિયા પ૦ લાખ સુધી મળવા પાત્ર છે. આ સ્કીમ અંતર્ગત સ્ટેમ્પ ડયુટી પરત મળશે અને ઇલેકટ્રીસિટી ડયુટીમાંથી પાંચ વર્ષ સુધી રાહત મળશે. સરકારનો પ્રયાસ લોજિસ્ટીક કોસ્ટ ઓછો કરવાનો છે. જેમાં લોજિસ્ટીક સમય પણ ઘટાડી શકાય છે. તેમણે ‘આસિસ્ટન્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર’ સ્કીમ વિશે ઉદ્યોગકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સ્કીમ હેઠળ પ્રોજેકટ કોસ્ટના ૮૦ ટકા સુધીની રકમ ઉપર અથવા વધુમાં વધુ રૂપિયા રપ કરોડ સુધીની સહાય મળવા પાત્ર રહેશે. સ્ટેક હોલ્ડરે પહેલાંથી જગ્યા લઇને રાખી હશે તો આ સ્કીમ અંતર્ગત જગ્યા માટે નહીં પણ જગ્યાને ડેવલપ કરવા માટે સહાય મળવા પાત્ર રહેશે. Financial Assistance to Integrated Logistics Facilities સ્કીમ અંતર્ગત બિલ્ડીંગ માટે તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલીટીઝ માટે ફિકસ કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ સહાયને પાત્ર રહેશે. આ Incentive scheme for textile park પાર્કમાં કામદારો માટે હોસ્ટેલ તેમજ ડોરમેટ્રી હાઉસિસ બનાવવા માટે રૂપિયા ર૦ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઉપર રપ ટકા સુધીની સબસિડી મળવા પાત્ર રહેશે. સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી દ્વારા પ્રોજેકટને મંજૂરી મળ્યા બાદ ર૦ હેકટર, પ૦ હેકટર અને ૧૦૦ હેકટરના Incentive scheme for textile park પ્રોજેકટને અનુક્રમે પ, ૭ અને ૧૦ વર્ષની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે. આ સ્કીમ હેઠળ ડેવલપમેન્ટ માટે ઓછામાં ઓછો ર૦ હેકટર વિસ્તાર હોવો અનિવાર્ય છે.- India News Gujarat

Incentive scheme for textile park અંગે ચેમ્બર પ્રમુખનો અધિકારીઓને અનુરોધ – India News Gujarat

Incentive scheme for textile park અંતર્ગત ટેક્ષ્ટાઇલ પાર્કમાં ટેક્ષ્ટાઇલના ૮૦ ટકા એકમોનો સમાવેશ હોવો અનિવાર્ય છે. ‘આસિસ્ટન્સ ટુ એમએસઇએસ ફોર શેડ ડેવલપ બાય પ્રાઇવેટ ડેવલપર’ સ્કીમ હેઠળ પ્રાઇવેટ ડેવલપર્સ શેડ બનાવશે અને ત્યારપછી એમએસએમઇને આપશે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ગુજરાત રાજ્યની માટેની Incentive scheme for textile park એન્સીલરી અને મશીનરી માટેના એકમોનો પણ સમાવેશ કરવામાં આવે તેવો અનુરોધ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જનરલ મેનેજર એમ.કે. લાદાણીને કર્યો હતો. ‘આસિસ્ટન્સ ટુ એમએસઇએસ ફોર શેડ ડેવલપ બાય પ્રાઇવેટ ડેવલપર’ સ્કીમમાં પ૦ સ્કવેર મીટરથી ૧૦૦ સ્કવેર મીટરના શેડ બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. આથી આ સ્કીમમાં પ૦ સ્કવેર મીટરથી રપ૦ સ્કવેર મીટરના શેડ બનાવવાની જોગવાઇ કરવામાં આવે તેમ તેમણે અધિકારીઓને જણાવ્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન ભદ્રેશ શાહે સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો અને સેમિનારનું સમાપન કર્યું હતું.- India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-IRCTC Ticket Booking પ્રોસેસ બદલાઈ

આપ આ પણ વાંચી શકો છોઃ-Copyright Case Against 200 Diamond Firms:સુરતમાં 200 હીરા પેઢી સામે કાર્યવાહી

SHARE

Related stories

Latest stories