HomeGujarathome minister વિરુદ્ધ સુરતમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા- india news gujarat

home minister વિરુદ્ધ સુરતમાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા- india news gujarat

Date:

જાણો ક્યાં ક્યાં લાગ્યા home minister વિરૂધ્ધ પોસ્ટર 

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યા સહિતના વધતા હત્યાના બનાવોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર લાગ્યાં છે, જેમાં લખાયું છે કે ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્, ગૃહરાજ્યમંત્રી રાજીનામું આપે. એવા પોસ્ટર લગાવવા માં આવ્યા છે. રાત્રીના સમયે કોઇ અજાણ્યા લોકો દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

સુરતમાં 14 દિવસમાં 10 હત્યા

ક્રાઈમ સિટી બનેલા સુરત શહેરમાં 14 દિવસમાં હત્યાની દસમી ઘટના સામે આવી છે. ધોળે દિવસે ચપ્પુ તેમજ બંદૂકની અણીએ લૂંટની ઘટનાઓનો સિલસિલો યથાવત્ છે. સુરતના કામરેજ, રાંદેર, ઉધના, મિની બજાર, જેવા વિસ્તારોમાં હત્યાના બનાવો બન્યા છે. જ્યારે આજે ભેસ્તાન વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર એક યુવાનનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યુ છે. આમ શહેરમાં ગુનેગારો બેખોફ બનીને ગુનાઓ આચરી રહ્યા છે અને પોલીસનો કોઇ ધાક અસામાજીક તત્વો પર હોય એવુ ન હોવાનું લાગી રહ્યું હોવાથી લોકોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે આ પોસ્ટરો લગાવ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યુ છે.

અસામાજીક તત્વોમાં પોલીસનો ખોફ નથી- ગોપાલ ઇટાલિયા

સુરત શહેરમાં લોકોમાં પોલીસનો ખોફ હોવો જોઇએ એ જોવા મળતો નથી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુક ગોપાલ ઇટાલિયાએ એવુ જણાવ્યું હતું કે, કોલેજો, ગાર્ડન, શાક માર્કેટો વિગેરે સ્થળો પર અસામાજીક તત્વો અડીંગો જમાવીને બેસી રહે છે. આવતી જતી મહિલાઓની છેડતી કરે છે. ક્યારેક આવી બેન દિકરીઓને સોશિયલ મિડીયામાં ટ્રોલ કરીને પણ પરેશાન કરવામાં આવી રહી છે આ તમામને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. પોલીસે કડક હાથે કાર્યવાહી કરીને પોતાનો ખોફ ઉભો કરવો પડશે. જો કે, બીજી તરફ શહેર જે પ્રમાણે વિસ્તરી રહ્યું છે તેની સામે પોલીસ ફોર્સ પણ ઓછી હોવાની ફરિયાદ પોલીસ વિભાગની રહે છે.

આપ આ પણ વાંચી શકો છોઃ-CRIME CITY SURATમાં વધુ એક હત્યા- સાપ્તાહિકના તંત્રીને પરિવાર સામે રહેંસી નાંખ્યો -INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-ONE SIDE LOVEમાં પાગલ યુવાને યુવતીને રહેંસી નાંખી-INDIA NEWS GUJARAT

 

SHARE

Related stories

Latest stories