cngમાં 2.60 રુપિયા અને pngમાં 3.91 રુપિયાનો વધારો
gujarat gas price hike for cng-png: મોઘવારીની ખપ્કાપર માં પીસાઈ રહેલી ગુજરાતની જનતાને વધુ એક માર પડ્યો છે.ગરમીની પરેશાન જનતા હવે મોંઘવારીથી પણ શેકાઈ રહી છે.ત્યારે ગુ જરાત ગેસે cng માં પ્રતિ કિલો બે રૂપિયાને 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે png માં ત્રણ રૂપિયાને 91 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે હવે gujarat gas અને અદાણી ગેસના ભાવ સીએનજી પુરતા સરખા થઈ ગયા છે.-INDIA NEWS GUJARAT
- gujarat gasના સીએનજીના નવા ભાવ પ્રતિ કિલો 79.56થી વધીને 82.16 રૂપિયા થઈ ગયા છે.
- જ્યારે અદાણી ગેસના સીએનજીનો ભાવ રુ. 82.59 છે.
- જ્યારે પીએનજીમાં ત્રણ રૂપિયાને 91 પૈસાનો ભાવ વધારો કરતા 44.14થી વધીને 48. 50 પૈસા થઈ ગયા છે.
- ગુજરાત ગેસે સીએનજીમાં પ્રતિ કિલો 2.60 રુપિયા અને પીએનજીમાં 3.91 રુપિયાનો વધારો કર્યો છે.
- ગુજરાત ગેસના સીએનજીના નવા ભાવ પ્રતિ કિલો ₹82.16 છે, જ્યારે અદાણી ગેસના સીએનજીનો ભાવ રુ. 82.59 છે.
- પરંતુ આ ગેસના ભાવ સતત કેમ વધી રહ્યા છે તેનું કારણ જાણીને તમને થશે કે આ તો બહુ કહેવાય.
આજ સુધી સીએનજી વાહન ચાલકો gujarat gas નો સસ્તો સીએનજી પુરાવવાનું પસંદ કરતા હતા પરંતુ હવે બંન્ને કંપનીના ભાવ એક સરખા થઈ જતા વાહનચાલકોને કોઈ લાભ મળશે નહીં.
આ તમામ ભાવ વધારા વચ્ચે ખરેખર સુડી વચ્ચે સોપારી જેવી હાલત તો ગ્રાહકોની થઈ છે. જેઓ એકવાર પાઈપ ગેસ લઈ લીધા પછી હવે મોંઘા ભાવે ગેસનું બિલ ચુકવવા મજબૂર બની ગયા છે તો બીજી તરફ સસ્તાની લ્હાયમાં સીએનજી વાહન વસાવ્યા પછી પણ તેમનો ઈંધણ ખર્ચ સતત વધી રહ્યો છે.-INDIA NEWS GUJARAT
તમે આ વાંચી શકો છો: LIC :હાઉસિંગ ફાઇનાન્સે મોંઘી કરી હોમ લોન
તમે આ વાંચી શકો છો: AC અને કૂલરના ભાવ વધ્યા:AC And Cooler Prices Go Up