HomeGujaratGujarat Elections: કોંગ્રેસ મૌન છે, AAP એ જગ્યા બનાવી છે પરંતુ ભાજપ...

Gujarat Elections: કોંગ્રેસ મૌન છે, AAP એ જગ્યા બનાવી છે પરંતુ ભાજપ અડગ અને અણનમ છે.

Date:

ગુજરાત, તેની સ્થાપનાથી જ દ્વિધ્રુવી રાજ્યની રાજનીતિની પરંપરા ધરાવે છે જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલકડોલક થતી રહે છે. કોંગ્રેસે ગુજરાતમાં ૧૯૬૨, ૧૯૬૭ અને ૧૯૭૨માં પ્રથમ ત્રણ વિધાનસભા ચૂંટણી જીતી હતી. મોરારજી દેસાઈ, જનસંઘ અને બળવાખોર કોંગ્રેસી નેતા ચીમનભાઈ પટેલની કિમલોપ પાર્ટીની આગેવાની હેઠળના પક્ષોના જોડાણ દ્વારા કટોકટીની ઘોષણા બાદ ૧૯૭૫ની ચૂંટણીમાં તેનો પરાજય થયો હતો.

૧૯૯૫થી અત્યાર સુધી ભાજપે દરેક વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ સફાયો કર્યો છે. જ્યારે તેના નેતા શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને કોંગ્રેસના સહયોગથી સરકારની રચના કરી એવા ૧૯૯૬ થી ૧૯૯૮ ના ટૂંકા ગાળાના અપવાદ સિવાય, ત્યારથી ભાજપ શાસન કરે છે.  અગાઉ ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ જેવા નોંધપાત્ર વ્યક્તિઓ દ્વારા સ્થાપિત પ્રાદેશિક પક્ષો ચૂંટણીમાં ઝંપલાવતા હતા, પરંતુ તેઓ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રભુત્વ ધરાવતા રાજ્યના મતદારો પર પ્રભાવ પાથરવામાં નિષ્ફળ ગયા હતા.

હવે ૨૦૨૨માં ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે. ગુજરાતની વાત કરીએ તો, તે બે તબક્કામાં ૧૮૨ બેઠકો માટે રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું સાક્ષી બનશે: પ્રથમ તબક્કો ૧ ડિસેમ્બરે અને બીજો તબક્કો ૫ ડિસેમ્બરે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવેશે ગુજરાતની ચૂંટણીને દ્વિપક્ષીય મતદાનમાંથી ત્રિકોણીય ચૂંટણી જંગમાં પરિવર્તિત કરી દીધી છે.

આવો તમામ હિસ્સેદારોને ધ્યાનમાં લઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં લેખાંજોખાં કરીએ :

ગુજરાત રાજ્ય માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની હોમ ટર્ફ જ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)નો ગઢ પણ માનવામાં આવે છે અને કેટલાક રાજકીય વિવેચકોના મતે હિંદુત્વની પ્રયોગશાળા પણ છે.

સૌરભ ગોએન્કાના ૨૦૧૭ના સર્વે મુજબ,”ગુજરાત, જે રાષ્ટ્રીય વસ્તીનો માત્ર ૫% હિસ્સો ધરાવે છે, તે રાષ્ટ્રીય GDPના ૭.૩% ઉત્પાદન અને કુલ ૫.૬% એફડીઆઈના પ્રવાહનું વહન કરે છે. ઔદ્યોગિક ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતના મોટાભાગનાં રાજ્યો કરતાં આગળ છે. આ રાજ્ય, રાષ્ટ્રીય ઉત્પાદનમાં ૧૮.૪% અને ભારતની નિકાસમાં ૨૦% હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય દૂધ ઉત્પાદનમાં પણ ગુજરાતનો હિસ્સો ૨૩% છે. ૪૦% રેશમનું ઉત્પાદન ગુજરાત  કરે છે. તમામ ભારતીય યુનિવર્સિટીઓમાંથી ૭.૨% ગુજરાતમાં છે. પ્રોસેસ્ડ હીરાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં અગ્રેસર છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં ૭૨% હિસ્સો ધરાવે છે.  સુરત વિશ્વના દર દસમાંથી આઠ હીરાને પોલિશ કરે છે. ગુજરાત ડેનિમ ફેબ્રિક ઉત્પાદન માટેનું રાષ્ટ્રીય પાવરહાઉસ પણ છે, જે રાષ્ટ્રીય ઉત્પાદનમાં ૭૦% હિસ્સો ધરાવે છે. સ્થાપનાનાં ૫૬ વર્ષમાં ગુજરાતનો જીડીપી ૧૩૦૦ ગણો વધ્યો છે. સરેરાશ ગુજરાતીઓની વાર્ષિક આવક વધીને ૧૯૬૦માં રૂ. ૩૩૯ થી વધીને ૨૦૧૬ માં રૂ‌. ૧.૩૮ લાખ થઈ છે. રાષ્ટ્રીય વીજ ક્ષમતાના લગભગ ૧૦% પર રાજ્યનું નિયંત્રણ છે.” એકંદરે, રાજ્ય વિકાસના માપદંડો પર અગ્રેસર છે.

તેના વિરોધીઓ કરતાં ભાજપનો હાથ ઉપર છે.

ભાજપ ૧૯૯૫થી એટલે કે ૨૭ વર્ષથી સત્તામાં છે. તેની સતત સાતમી ટર્મ પર નજર છે. કેશુભાઈ પટેલથી લઈને નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધી, શાસન અને વહીવટમાં સાતત્ય ભાજપને તેના વિરોધીઓ પર એક સરસાઈ આપે છે. શાસક પક્ષના હિંદુત્વના મુખ્ય ચૂંટણી સિદ્ધાંતો, “ડબલ એન્જિન” વૃદ્ધિ, પ્રાદેશિક સુરક્ષા, સત્તામાં સાતત્યના કારણે મોખરે તે રહેવાની સંભાવના છે.

ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદીએ તાજેતરના અઠવાડિયામાં ગુજરાતની તેમની મુલાકાતોની સંખ્યા વધારી છે અને રાજ્યના કેટલાક પ્રદેશોમાં વિશાળ સભાઓને સંબોધિત કરી છે.

મોદીના કાર્યક્રમોની લાક્ષણિકતા વિકાસ પ્રોજેક્ટ્સને વધારવાના વચનો સાથે દર્શાવવામાં આવે છે, જ્યારે તેમનાં ભાષણો છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષોમાં ગુજરાતના વિકાસમાં ભાજપ સરકારના યોગદાન પર કેન્દ્રિત છે. ઝડપી વિકાસ માટે “નરેન્દ્ર-ભુપેન્દ્ર” (પીએમ નરેન્દ્ર મોદી અને સી ભૂપેન્દ્ર પટેલ) “ડબલ એન્જિન” સંયોજનને સતત રેખાંકિત કરવાનું પણ તેમનું વલણ રહ્યું છે.

કોંગ્રેસને તેના ૨૭ વર્ષના વિપક્ષી કાર્યકાળનો અંત આવવાની આશા છે.

કોંગ્રેસ, તેના ભાગ માટે, તેના ૨૭ વર્ષના વિપક્ષી કાર્યકાળને સમાપ્ત કરવાની આશા રાખે છે, પરંતુ તેના મોટાભાગના રાષ્ટ્રીય નેતાઓની અનુપસ્થિતિના કારણે અત્યાર સુધી મૌન છે. દ્રશ્યમાન માહોલ જોતાં હાલમાં તો તે વિધાનસભામાં ૬૨ બેઠકો સાથે વાસ્તવમાં જમીન પર પગ ધરાવે છે.  ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ એકમાત્ર એવો પક્ષ છે જે અસામાન્ય રીતે શાંત છે, લગભગ ગાયબ છે.

પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાને કારણે મુખ્યત્વે ગેરહાજર રહ્યા છે, જે ૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને લગભગ પાંચ મહિના ચાલશે. પાર્ટીએ ગુજરાતના મતદારોને અડીને આવેલા રાજસ્થાનમાં તેની સરકારની સિદ્ધિઓ બતાવી છે.

કોંગ્રેસનું મુખ્ય પ્રચાર પ્લેટફોર્મ મોંઘવારી, બેરોજગારી, સામાજિક સમરસતા અને ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી છે. જો કે, શહેરી વિસ્તારોમાં આપ સામે કૉંગ્રેસની મીઠી શરણાગતિ અને એક ગર્ભિત સમજણ દેખાય છે જેમાં આપને શહેરી મતો માટે પ્રચાર અને એકત્રીકરણ કરવાની મંજૂરી છે, જ્યારે આપ દેખીતી રીતે કૉંગ્રેસના ગઢ સમા ગ્રામીણ વિસ્તારોમાં શરણાગતિ સ્વીકારે છે. કોંગ્રેસ ૨૦૧૭માં જીતેલી બેઠકો જાળવી રાખીને પોતાનો દીપસ્તંભ બચાવવા માટે નિષ્ક્રીય રીતે કામ કરી રહી હોય તેવું લાગે છે.

આપનું તીવ્રઅભિયાનઅને લલચામણુમફત

જો સૌમ્ય પર્યાય ‘મફત’ માટે લાગુ કરવો હોય તો, નવીન આપ એ ચૂંટણી તરફી ધસી રહેલા રાજ્યમાં તાજેતરના એવા પ્રવેશકર્તા છે જેણે તેની તીવ્ર ‘ઝુંબેશ’ અને ચૂંટણી પહેલાના ‘વાયદા’ સાથે દરેકને આશ્ચર્યચકિત કર્યા છે.

આપ ગુજરાતી મતદારોને લલચાવવા માટે તેની “રેવડીઓ” પર આધાર રાખે છે. અરવિંદ કેજરીવાલ દ્વારા તાજેતરના ભૂતકાળમાં ગુજરાતની તેમની બહુવિધ મુલાકાતોમાં ચૂંટણી પૂર્વેના વચનોની ખાતરી આપવામાં આવી છે, જેમાં દર મહિને દરેક ઘર માટે ૩૦૦ યુનિટ સુધીની મફત વીજળી;  ૧૮ વર્ષથી ઉપરની તમામ મહિલાઓ માટે ૧,૦૦૦ રૂપિયાનું માસિક ભથ્થું;  ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ પહેલાં જારી કરાયેલાં તમામ બાકી વીજ બિલોની માફી; કૃષિ માટે મફત વીજળી; અને બેરોજગાર યુવાનો માટે ૩,૦૦૦ રૂપિયાનું માસિક ભથ્થું… વગેરેનો સમાવેશ થાય છે. તેમની બેચેની માટે ગુજરાતના કટાર લેખક ગોપાલ ગોસ્વામી નોંધે છે કે, “કેજરીવાલનો મોટાભાગે તેમનો મુખ્ય ચૂંટણી સહારો – મફત સંસ્કૃતિની યુક્તિ – ગુજરાતના મેદાનમાં ટકી શકશે નહીં.”

મફત વિરુદ્ધ કલ્યાણની ચર્ચા

આપ અને ભાજપ કલ્યાણકારી યોજનાઓ વિરુદ્ધ મફતની ચર્ચાને લઈને ઘણા અઠવાડિયાથી વાક્યુદ્ધમાં છે, જ્યાં ભાજપ કથિત રીતે “રેવડી સંસ્કૃતિ
રાજ્ય માટે નજીકના જ ભવિષ્યમાં નાદારીની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે” એવા સુપ્રીમ કોર્ટના અવલોકન પર ધ્યાન આપીને તેનો હાથ ઉપર હોવાનું રજૂ કરે તેવું લાગે છે.

તદુપરાંત, આ વિવાદને બાદ કરતાં, ૧૦ વર્ષ જૂના સંગઠને તેના પ્રચારની શરૂઆત કરવા અને મુખ્યમંત્રી ચહેરા સહિત ઉમેદવારોની જાહેરાત કરવાની બાબતમાં અન્ય પક્ષોને પાછળ છોડી દીધા છે.

આપને તેના ઝુંબેશના ઉત્સાહ માટે, રાજકીય ઠઠ્ઠા, અને “નરમ-હિંદુત્વ” ના સૂર સહિત યોગ્ય તંતુઓ પર પ્રહાર કરવાના પ્રયાસ માટે સંપૂર્ણ ગુણ જાય છે: આપ સુપ્રીમો હિંદુ મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે, ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી માતાને દર્શાવતી ચલણ છાપવા માટે વડા પ્રધાનને વિનંતી કરે છે, અને જો તેઓ ગુજરાતમાં સત્તા પર આવે તો વરિષ્ઠ નાગરિકોને અયોધ્યાની મફત યાત્રાની ઓફર કરે છે.

પરંતુ, આપ પાસે તેના અભિગમ અને દ્રષ્ટિમાં સુસંગતતાનો અભાવ છે. તેના વલણમાં મતદારો માટે અસમાનતા અને અસંગતતા  સ્પષ્ટપણે જોઈ શકાય છે. જો તેઓ ભાજપ સાથે ગળાકાપ હરીફાઈ કરવા માંગતા હોય તો કેજરીવાલે તેમના રાજ્ય પક્ષના વડા, ગોપાલ ઇટાલિયાને, હિંદુઓને ઉશ્કેરવા, અને તેમની આસ્થાને બદનામ કરવાથી રોકવા જોઈએ.

બીજી તરફ, કોંગ્રેસમાં જો ગાંધીઓનો સાથ છોડીને પ્રાદેશિક અને યુવા નેતાઓને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તેમની પાસે ઘણી સંભાવનાઓ છે.

ભલે ગમે તે હોય, આપ પક્ષે જમીન મેળવી છે, અને અંદાજે ૧૦% મતનો હિસ્સો કોંગ્રેસમાંથી આપને ટ્રાન્સફર થશે, જ્યારે ભાજપ અડગ અને અણનમ રહે છે.

યુવરાજ પોખર્ણા એક સ્વતંત્ર પત્રકાર અને કટારલેખક છે. તેઓ @pokharnaprince પર ટ્વીટ કરે છે. અહીં જણાવેલા અભિપ્રાયો તેમના વ્યક્તિગત છે.

Gujarat Map
Gujarat Map
SHARE
Yuvraj Pokharna
Yuvraj Pokharna
Yuvraj Pokharna is an independent journalist and columnist who vociferously voices his opinion on Hindutva, Islamic Jihad, Politics and Policy. He tweets at @pokharnaprince.

Related stories

Latest stories