HomeGujaratGujarat Board exams begin : ગુજરાત બોર્ડની પરિક્ષાઓ શરુ – India News...

Gujarat Board exams begin : ગુજરાત બોર્ડની પરિક્ષાઓ શરુ – India News Gujarat

Date:

Gujarat Board ની પરિક્ષાઓ શરુ – India News Gujarat 

ગુજરાત બોર્ડ (Gujarat Board ) દ્વારા ધોરણ -10 અને 12 ની પરીક્ષા 28 માર્ચ સોમવારથી શરૂ થઇ છે.. સુરત જિલ્લામાં ધોરણ 10 ના 89,475 અને ધોરણ -12 ના 55,690 વિદ્યાર્થીઓ મળી કુલ 1,45,165 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ -2021 માં કોરોના મહામારી (Corona Pandamic)ની પરિસ્થિતિને પગલે Board exam લેવામાં આવી ન હતી.

શૈક્ષણિક વર્ષ 2021-2022 માં વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન મોડમાં અભ્યાસ કર્યો છે . વિદ્યાર્થીઓએ આખું વર્ષ કોરોના મહામારીના ઓછાયા હેઠળ અભ્યાસ કર્યો છે . જેની exam થશે.– LATEST NEWS

  • surat શહેરમાં ધોરણ -10 ના 89,475 વિદ્યાર્થીઓ Board exam આપશે .
  • ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં 42,339 અને વિજ્ઞાન પ્રવાહમાં 13,360 મળી કુલ 55,690 વિદ્યાર્થીઓ Board exam આપશે .
  • ધોરણ 10 અને 12 ના કુલ 1,45,165 વિદ્યાર્થીઓ Board exam આપશે .

surat ના ધોરણ-10 અને 12ના 1.47 લાખ વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ  – India News Gujarat

suratના ધોરણ-10 અને 12ના 1.47 લાખ વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર તિલક કરવાની સાથે હાથમાં સેનિટાઈઝરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા કોઈ અગવડતા ન પડે એ માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરુએ કહ્યું હતું કે પરીક્ષા સ્થળોની આસપાસ કલમ-144 લાગુ પડશે, પરીક્ષા સ્થળોની આસપાસની ઝેરોક્સની દુકાન બંધ રાખવામાં આવી છે.

વિદ્યાર્થીઓમાં Board examનો ડર ન રહે તેમજ શાંત અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે એ માટે surat શહેરના મેયર દ્વારા સંદેશો પાઠવાયો હતો. મેયર હેમાલી બોઘાવાલા વિદ્યાર્થીઓના ઘરે પણ ગયાં હતાં અને તેમનો ઉત્સાહ વધારવાની સાથે સાથે ખોટા માનસિક તાણ વગર શાંત ચિત્તે પરીક્ષા આપવા માટે અનુરોધ કર્યો હતો.– LATEST NEWS

 પ્રથમ પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી 

– India News Gujarat

રાજ્યમાં આજે ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થી Board exam આપી રહ્યા છે. આજે  પ્રથમ પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પેપર પૂર્ણ થતાં સ્કૂલની બહાર પોતાના સંતાનને લેવા આવેલા વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. એકંદરે આજે પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું.– LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Petrol Diesel Price Hike: સાત દિવસમાં પાંચ વખત Petrol Diesel માં ભાવ વધારો ઝીંકાયો

તમે આ વાંચી શકો છો: GSEB – એક વિદ્યાર્થીને 3 સેન્ટર અપાતા મુશ્કેલીમાં વધારો

 

SHARE

Related stories

Big Blunder : આવી ભૂલ તમે પણ ન કરતા નહીંતો ગુમાવવા પડશે તમારા સ્વજનો, જાણી લો આ વાત

અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ચાર...

Latest stories