HomeGujaratGrishma murder case:સુરત કોર્ટના જજે ફેનિલને 69 દિવસમાં દોષિત જાહેર કર્યો-India...

Grishma murder case:સુરત કોર્ટના જજે ફેનિલને 69 દિવસમાં દોષિત જાહેર કર્યો-India News Gujarat

Date:

ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો-India News Gujarat

Surat ના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ (Grishma murder case)ના આરોપી ફેનિલ ગોયાણીને સુરત કોર્ટે દોષિત જાહેર કર્યો છે. ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરત કોર્ટના જજે ફેનિલને દોષિત જાહેર કર્યો છે.

સુરત કોર્ટે 30 વખત વીડિયો જોયા બાદ જાહેર કર્યું કે આરોપીએ બીજું ચપ્પુ પોતાની પાસે પેન્ટમાં રાખ્યું હતું. હવે ફેનિલને કેટલી સજા થશે તે બાબતે આવતીકાલે બંન્ને પક્ષના વકીલો દલીલો કરશે. આજે જ્યારે આરોપી ફેનિલને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે ગ્રીષ્માનો પરિવાર પણ કોર્ટ પરિસરમાં હાજર રહ્યો હતો.

કોર્ટે પૂછેલા પ્રશ્નોના એકપણ વખત ફેનિલે જવાબ ન આપ્યો

ગ્રીષ્માની હત્યામાં ફેનિલણે  69 દિવસમાં તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હવે કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવશે. કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછ્યું હતું કે તમને મૃત્યુદંડ કેમ ન આપવો?

નિઃસહાય હથિયાર વગરની યુવતીનો મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે? કોર્ટે પૂછેલા પ્રશ્નોના એકપણ વખત ફેનિલે જવાબ ન આપ્યો. કોર્ટે આગળ કહ્યું હતું કે સજા પહેલાં કોર્ટ સમક્ષ અંતિમ વખત તમે તમારી વાત મૂકી શકો છો. વારંવાર કોર્ટે ફેરવીને કહ્યું કે તમારે અંતિમ કઈ કહેવું હોય તો કહી શકો છો, પરંતુ ફેનિલ એકપણ શબ્દ ન બોલ્યો.

13 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના આરોપીએ હત્યા કરી હતી-India News Gujarat

મહત્વનું છે કે 13 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના આરોપીએ હત્યા કરી હતી. ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનું ગળુ કાપી નાખ્યું હતું, ત્યારબાદ તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો,અને હોસ્પિટલ લઈ જવાયો હતો.

  • સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ચુકાદો
  • સેસન્સ કોર્ટમાં 6 એપ્રિલે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી
  • પ્રિ પ્લાન મર્ડર છે તેવી રજૂઆત ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવી

15 ફેબ્રુઆરીએ સારવાર બાદ આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી. 16 ફેબ્રુઆરીએ SITની રચના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. 19 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા એકે-47 ખરીદવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ગ્રીષ્માના જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ-India News Gujarat

ગ્રીષ્માના જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ, 75 થી વધુ સાક્ષીઓની જુબાની તેમજ 120થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને આરોપીને તકસીરવાર ઠેરવવા માટેની દલીલો કરવામાં આવી હતી. આ કેસની વિગત મુજબ, તા. 12મી ફેબ્રુઆરી-2022ના રોજ લસકાણાના પાસોદરા ગામ નજીક ફેનિલ ગોયાણીએ એકતરફી પ્રેમમાં પાગલ થઇને પ્રેમિકા ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં હત્યા કરી નાંખી હતી. ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના કાકા સુભાષભાઇ અને ભાઇ ધ્રુવને પણ ચપ્પુ વડે ઇજા કરવામાં આવી હતી.

તમે આ વાંચી શકો છો: 6 year old boy was found dead in a water tank-ગોડાદરામાં 6 વર્ષના બાળકનું ટાંકી માં ડૂબી જવાથી મોત

તમે આ વાંચી શકો છો: Akshay Kumar apologizes to fans- અક્ષય કુમારે ચાહકોની માફી માંગી

SHARE

Related stories

Latest stories