Garment Industryમાં ઝંપલાવવા માટે નિષ્ણાંતોની ઉદ્યોગકારોને સલાહ – India News Gujarat
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી) અને અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે Garment Industry – ન્યુ એવેન્યુ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન સુરત’ વિષય ઉપર અગર એકસોટીકા, ડીપીએસ સ્કૂલ પાસે, ડુમસ રોડ, સુરત ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. Garment Industryના સેમિનારમાં નિષ્ણાંત વકતા તરીકે ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (સીએમએઆઇ)ના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ મહેતા અને પેપરમીન્ટના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર સંતોષ કટારિયાએ સુરતમાં Garment Industry વિશે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.- India News Gujarat
સુરતમાં ૧૦ થી ર૦ ટકાનું રોકાણ કરાશે તો પણ Garment Industry ડેવલપ થઇ જશે : આશીષ ગુજરાતી- India News Gujarat
Garment Industry વિશેના સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કરતા ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં Garment Industryમાં ગારમેન્ટ મેન્યુફેકચરર્સની માંગ વધશે. સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો કાપડ ઉત્પાદનની પ્રક્રિયા જાળવી રાખી ૧૦ થી ર૦ ટકાનું રોકાણ Garment Industryમાં કરશે તો પણ સુરતમાં Garment Industry ડેવલપ થઇ જશે.- India News Gujarat
Garment Industry– ન્યુ એવેન્યુ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન સુરત વિશે સેમિનાર, પેનલ ડિસ્કશન – India News Gujarat
Garment Industry વિશેના સેમિનાર દરમ્યાન પેનલ ડિસ્કશન યોજાઇ હતી. જેનું સંચાલન ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અજોય ભટ્ટાચાર્યએ કર્યું હતું. પેનલિસ્ટ તરીકે રાહુલ મહેતા અને સંતોષ કટારિયાએ ઉદ્યોગકારોના Garment Industry સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેઓએ સુરતમાં Garment Industry નાંખવા માટે કેપીટલ ઇન્વેસ્ટમેન્ટથી લઇને જોબ વર્ક તેમજ પોતાની બ્રાન્ડ ડેવલપ કરવા સુધીની સમજણ ઉદ્યોગકારોને આપી હતી.Garment Industryસેમિનારમાં અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના ચેરમેન મહેશ મિત્તલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, Garment Industryમાં જે ઉદ્યોગપતિઓએ ર૦૦ મશીન લગાવી હતી તેઓએ માંગ વધતા ૬૦૦ મશીન કરી દીધી હતી. હવે તેઓની પાસે આગામી છ મહિના માટે બુકીંગ છે. આવનારા વર્ષોમાં દસ લાખ જેટલી ગારમેન્ટની મશીન લાગશે તો સુરત ટેક્ષ્ટાઇલ હબ બની જશે. સેમિનારના અંતે અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના સેક્રેટરી રતનલાલ ધારૂકાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Surat:CNG ના ભાવમાં ઘટાડો ક્યારે?
આપ આ પણ વાંચી શકો છોઃ-Edible Oil Price :11 રૂપિયા સુધી થઈ શકે છે સસ્તું