Fire Broke Out In Plastic Dump : પર્યાવરણને હાનિકારક વેસ્ટ ભંગારિયા લોકો દ્વારા સંગ્રહ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી
આગ ફાટી નીકળતા અફડા તફડી સર્જાઈ
વાત કરીએ ભીષણ આગની માંગરોળ તાલુકાના ભાટકોલ ગામની સીમમાં ખાંડસરી પાટિયા નજીક પ્લાસ્ટિક વેસ્ટમાં અચાનક આગ ફાટી નીકળતા અફડા તફડી સર્જાઈ હતી. પ્લાસ્ટિક વેસ્ટ હોવાના કારણે ધુમાડાના ગોટે ગોટા હવામાં જોવા મળ્યા હતા. આગ વિકરાળ બનતા સુમિલોન, ટોરેન્ટ, કામરેજ અને માંડવીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર સેફટી વગર આ ધંધો કરતા
આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના ભાટકોલ ગામની સીમમાં કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા કરવામાં આવ્યા હતા. એના ભંગારના ધંધા સાથે સંકળાયેલા લોકો શિયાળાની શરૂઆત થાય એટલે માંડવી તાલુકામાં તેમજ આસપાસ વિસ્તારમાં ખાનગી શેરડીના કોલા શરૂ થાય. અંને ખાનગી કંપનીમાં આ પ્લાસ્ટિક વેસ્ટને બળતળ તરીકે ઉપયોગ થતો હોવાથી ભંગારીયા આવા પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટ કંપનીમાંથી લાવી માલિકીના અથવા ભાડાની જમીનમાં આ વેસ્ટનો જથ્થો સંઘરી રાખતા હોય છે. આ વેસ્ટ સુકાય એટલે બળતળ તરીકે ઊંચી કિંમતે વેચાઈ છે. ભંગારીયા કાયદાની એસીતેસી કરી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર ફાયર સેફટી વગર આ ધંધો કરતા હોય છે જયારે આગ લાગે ત્યારે આજુબાજુનો વિસ્તાર અને રહેણાંક વિસ્તાર તેનો ભોગ બનતો હોય છે. ખાસ તો આ પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ પર્યાવરણ માટે જોખમી હોવા છતાં તેનો બળતળ તરીકે બેરોકટોક ઉપયોગ થાય છે પણ આગ લાગે ત્યારે અફડા તફડીનો માહોલ સર્જાય છે.
Fire Broke Out In Plastic Dump : ફાયર ફાઇટરની ટિમ ઘટના સ્થળે દોડી આવી
ભાટકોલ ગામની સીમમાં પ્લાસ્ટિક વેસ્ટમાં લાગેલી આગ એટલી વિકરાલ બની હતીકે સુમિલોન, ટોરેન્ટ, માંડવી નગરપાલિકા અને કામરેજ ફાયર ફાઇટરની ટિમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવવા પ્રયાસ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. આવા ગેરકાયદે ધંધા માં કેટલું નુકશાન છે. પર્યાવરણને નુકશાન, જમીનને નુકશાન અને માનવ સ્વાસ્થ્યને નુકશાન છે. અને આગ લાગે ત્યારે પાણી કેટલા લીટર વેસ્ટ થાય છે પણ સુરત જિલ્લાનું તંત્ર ખાલી મેવા ખાવામાં વ્યસ્ત છે. કોઈ કામગીરી કરવામાં આવતી નથી એટલે ફેક્ટરી માલિકો નીતિ નિયમ નેવે મૂકી દેતા હોય છે. અને ભંગારીયા બેકાબુ બની જતા હોય છે. ના કરે આ આગ રહે્ણાંક વિસ્તારમાં ઘુસી જાય અને લોકોના જીવ જોખમમાં મુકાઈ તો શું પરિસ્થિતિ થાય એ એક સવાલ ઊભો થયો છે. ત્યારે લગતા વળગતા અને આંખ આડા કાન કરતા અધિકારીઓ સામે પણ પગલાં ભરવા જોઈએ એવી સાથનીક લોકો માંગ કરી રહ્યા છે.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :