HomeGujaratCommendable Bhakti By Ram Devotees : રામભક્તો દ્વારા અનોખી રામ ભક્તિ વ્યાપાર...

Commendable Bhakti By Ram Devotees : રામભક્તો દ્વારા અનોખી રામ ભક્તિ વ્યાપાર સાથે લોકો રામ ભક્તિ કરે એવો પ્રયાસ – India News Gujarat

Date:

Commendable Bhakti By Ram Devotees : કપડાંના ઓડર સાથે વિશેષ કીટ મોકલવામાં આવશે ધજા- ખેસ સહિતની સામગ્રી તમામ ઓડર સાથે મોકલાશે.

પ્રાણ પ્રતિષ્ઠાને એક અવસરરૂપે ઉજવવા માંગી રહ્યા છે

હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે અને એક અઠવાડિયા પછી ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે. ત્યારે સમગ્ર દેશમાં આ અવસરને એક તહેવાર રૂપે ઉજવવા માટે સૌ કોઈ તૈયાર થઈ રહ્યા છે. ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમાજ આમાં સહભાગી થવા તત્પર દેખાઈ રહ્યા છે. સમગ્ર દેશમાંથી તમામ વર્ગના લોકો તમામ જાતિના લોકો ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને એક અવસરરૂપે ઉજવવા માંગી રહ્યા છે ત્યારે સુરત શહેરના લોકો પણ આમાં પાછળ રહ્યા નથી.

Commendable Bhakti By Ram Devotees : શ્રી રામ માટે તૈયાર કરાયેલી કીટ

  • સુરત શહેર કે જે એક લઘુ ભારત તરીકે સમગ્ર દેશમાં પ્રતિષ્ઠિત છે. ત્યારે મોટા પ્રમાણમાં અહીં નોકરી ધંધા અને કામ અર્થે પરપ્રાંતિયો લોકો વસે છે.
  • આ તમામ લોકો કોઈક હિરા વ્યાપાર સાથે કોઈ કપડા વ્યવસાય સાથે તો કોઈ લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલું છે.
  • ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે જ્યારે લોકો અયોધ્યા સુધી નથી જઈ શકતા ત્યારે ભગવાન રામમાં રહેલી આસ્થાને ધ્યાને રાખી તમામ લોકો દ્વારા કંઈક ને કંઈક અવનવું કરવામાં આવી રહ્યું છે.
  • છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહી અને કપડાનું વ્યાપાર કરતા એવા વિકાસ જૈન દ્વારા એક અનોખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું.
  • જેમાં ભગવાન રામની પ્રતિષ્ઠાને લઇ વધુથી વધુ લોકો આમાં જોડાઈ અને હિન્દુ ધર્મની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં થાય તે હેતુથી.
  • તેમની સાથે જોડાયેલ સુરત શહેરના વ્યાપારી હોય ગુજરાત રાજ્યના વ્યાપારી હોય કે ગુજરાત રાજ્યની બહારના જેટલા પણ વ્યાપારીઓ હોય તેમને જે કપડા બનાવવાનું ઓર્ડર આપ્યો હોય તે.
  • તમામ પાર્સલોની સાથે ભગવાન શ્રી રામ માટે તૈયાર કરાયેલી એક એક કીટ મોકલવામાં આવી રહી છે.

150 થી વધુ વેપારીઓને કીટ મોકલવામાં આવશે

આ કીટમાં ભગવાન શ્રીરામ નામનો ધ્વજ બે પ્રકારના ખેસ દીવો અને ભગવાન રામનું પોસ્ટર મૂકવામાં આવ્યું છે. જેથી જ્યારે 22 જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સૌ વ્યાપારીઓ તેમના ઘરમાં તેમના દુકાનમાં તેમના ઓફિસમાં કે મંદિરે જઈ પૂજા અર્ચના કરે. અને એક જ સમયે તમામ ભારતીય અને સનાથની હિન્દુઓ જય શ્રી રામના નારા સાથે આમાં સહભાગી થાય તેવું આગવું આયોજન સુરતના વ્યાપારી વિકાસ જૈન દ્વારા કરવામાં આવ્યું છે. આ વાતની જાણ સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં ફોસ્ટાના અધ્યક્ષ કૈલાશ હકીમ ટેક્સટાઇલ યુવા બ્રિગેડના મુખ્ય એવા લલિત શર્મા અને અન્ય વ્યાપારીઓ પણ આમાં સહભાગી થવા વિકાસ જૈન સાથે જોડાયા હતા. વિકાસ જૈન દ્વારા હાલ સુધી તેમના 150 થી વધુ વેપારીઓનું લિસ્ટ બનાવી તેમના માટે આ ભગવાન શ્રીરામને કીટ મોકલવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

SHARE

Related stories

Latest stories