ડીંડોલી વિસ્તારમાં એક યુવક પર કરાયો જીવલેણ હુમલો
વહેલી સવારે બેભાન અવસ્થામાં યુવક મળી આવ્યો હતો
ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
નજીકમાં લાગેલ સીસીટીવી ખંગાળવાનું શરૂ કર્યું
સુરતના ડીંડોલી વિસ્તારમાં અજાણ્યા શખ્સ દ્વારા એક યુવક પર ગળાના ભાગે ચપ્પુ ફેરવી દેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આજરોજ વહેલી સવારે ડીંડોલી વિસ્તારમાં આવેલ મધુરમ સર્કલ પાસે ફૂડ લવર નામનાં દુકાન પર કામ કરતો યુવક કિશન નજીકમાં જ બેભાન અવસ્થામાં મળી આવેલ હતો.
કિશન નામનાં યુવકના ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો
અસામાજિક પ્રવૃતિનો ગઢ બની ગયેલા ડીંડોલી વિસ્તરામાં વધુ એક યુવક પર જીવલેણ હુમલાની ઘટના પ્રકાસમાં આવી છે.. કિશન નામના સામાન્ય યુવાનને વહેલી સવાર ગાળાના ભાગે તરીક્ષણ હથિયાર થી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો,, આ યુવાન વહેલી સવારે લોકોની અવરજવર વધતા લોકોની નજર પડતાં જ તાત્કાલિક ધોરણે ડીંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
કિશન નજીકમાં આવેલ ફૂડ લવર નાસ્તાની દુકાનમાં કરતો હતો
ડીંડોલી વિસ્તારના મધુરમ સર્કલ નજીક આવેલ ફૂડ લવર નામની દુકાનમાં કામ કરતો કિશન નામનો યુવક જે બેભાન અવસ્થામાં નજીક માંથી ઝાડી ઝાંખરા માંથી મળી આવ્યો હતો. કિશન છેલ્લા કેટલાક દિવસથી આ નાસ્તાની દુકાન પર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. વહેલી સવારે જ્યારે લોકોની અવર જવર વધતા લોકોની નજર આ કિશન પર પડતાં લોકોએ આ ઘટના ની જાણ ડીંડોલી પોલીસ ને કરી હતી. ઘટના ની જાણ થતા ડીંડોલી પોલીસ દોડતી થઈ હતી અને કિશનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ કિશનની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. જ્યારે કિશનને કેમ અને કોને જીવલેણ હુમલો કરી મારી નાખવાની કોસિસ કરી એ હાલ રહસ્ય બન્યું છે અને સમાન્ય જીવન જીવતા કિશન જેવા વ્યક્તિ પર કોઈ શું કામ હુમલો કરે અને એને મારી નાખવાની કોસિસ કરે એ વાત હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે છેલ્લા લાંબા સમયથી ડીંડોલી વિસ્તાર અસાંજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય એમ રોજેરોજ હતા લૂટફાટ સહિત હુમલો થવાની ઘટના બનતી રહે છે અને પોલીસ આવા લુખ્ખા તત્વો પર અંકુશ લગાવવામાં બિલકુલ નિષ્ફળ રહી હોય એવું લાગી રહ્યું છે.. જે રીતે ગુનાહિત પ્રવૃતિમાં વધારો ડીંડોલી પોલીસ સ્ટેસન હેઠડ આવતા વિસ્તારમાં વધી રહ્યો છે એ જોતાં આવનારા સમયમાં અહિયાં માફિયા ગિરિ કરવાના સપના જોતાં ગુંડા તત્વો અને અસાંજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરીને પોલીસને માટે માથાનો દુખાવો બની જશે એવું લાગી રહ્યું છે..