લોકસભા ની ચૂંટણી ટાણે જ વલસાડ જિલ્લામાં બોગસ સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવી આપવાના એક મસ મોટા રેકેટ નો પર્દાફાશ
વલસાડ એસ.ઓ.જી પોલીસને મળેલી આ મહત્વની સફળતામાં ત્રણ આરોપીઓને ધબોચી અસંખ્ય બોગસ પ્રમાણપત્રો અને દસ્તાવેજો મળી આવ્યા છે.જોકે ચોંકાવનાર વાત એ છે કે ત્રણ અલગ અલગ રાજ્યો ના ત્રણેય આરોપીઓ એક સ્ટુડિયો ની આડ માં આવા બોગસ દસ્તાવેજો બનાવતા હોવાનું બહાર આવ્યું છે.માત્ર 600 રૂપિયામાં જ આરોપીઓ અતિ મહત્વના સરકારી દસ્તાવેજો બનાવી આપતા હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ હતી.વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ કરણરાજ વાઘેલા ના માર્ગદર્શન માં વલસાડ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપીના ચણોદ ગામમાં આવેલા એક સ્ટુડિયો માં રેડ કરી હતી. આ રેડ દરમિયાન સ્ટુડિયોમાંથી મનીષ રામલાલ સેન ,અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન ,કાલંદીચરણ રમેશચંદ્ર સામલ નામના વ્યક્તિઓ મળી આવ્યા હતા. ત્યારબાદ સ્ટુડિયોમાં તપાસ કરતા પોલીસ ચોકી ગઈ હતી. કારણ કે આ સ્ટુડિયોમાં ફોટા ની જગ્યાએ અનેક લોકોના નામના અસંખ્ય સરકારી દસ્તાવેજો અને ઓળખ પત્રો મળી આવ્યા હતા. આથી પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અને ત્યારબાદ તપાસ કરતાં આરોપીઓ દ્વારા આ સ્ટુડિયો ની આડ માં બોગસ દસ્તાવેજો અને ઓળખ પત્રો બનાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી એક મસ મોટુ રેકેટ બહાર આવતા પોલીસે તેને ગંભીરતાથી લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
આરોપીઓ આવા બોગસ દસ્તાવેજો કોને બનાવી આપતા હતા ??અને તેનો શું ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો?? તે અંગે પણ અનેક સવાલો ઉભા થતા પોલીસે હવે તે મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી મનીષ રામલાલ સેન જે મૂળ રાજસ્થાન નો રહેવાસી છે અને આ સ્ટુડિયો નો માલિક છે , કાલંદીચરણ રમેશચંદ્ર સામલ જે મૂળ ઓડિશાનો રહેવાસી છે. અને આ સ્ટુડિયોમાં નોકરી કરતો હતો . તો અન્ય આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન જે દમણની એક જાણીતી બેન્કમાં આધાર કાર્ડ નું કામ કરતો હતો. આમ ઓરિસ્સા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ત્રણ અલગ અલગ રાજ્યના આરોપીઓ મળી સ્ટુડિયો ની આડમાં અત્યંત મહત્વના સરકારી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવતા હતા. તેમની પાસેથી અલગ અલગ નામના
21 જન્મના પ્રમાણપત્રો
અલગ અલગ વ્યક્તિઓના 65 આધાર કાર્ડ
9 જેટલા ચૂંટણી કાર્ડ
1 પાનકાર્ડ અને
દસ્તાવેજો બનાવવામાં ઉપયોગમાં આવતા અનેક ઇલેક્ટ્રોનિક સાધનો,3 મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ 92,450 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે મામલા ને ગંભીરતા થી લઇ સઘન તપાસ હાથ ધરી છે.
પોલીસની તપાસમાં ચોકાવનારી હકીકતએ બહાર આવી
આરોપીઓ માત્ર 600 રૂપિયા લઈને જ કોઈપણ જાતના આધાર પુરાવા વિના આવા બોગસ મહત્વના સરકારી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવી આપતા હતા. માત્ર 600 રૂપિયામાં જન્મનું પ્રમાણપત્ર , આધાર કાર્ડ ,ઇલેક્શન કાર્ડ ,અને પાનકાર્ડ પણ બનાવી આપતા હતા. ત્યારે આરોપી અબ્દુલ્લા મોહમ્મદ સલીમ ખાન જે દમણની એક જાણીતી બેન્કનો કર્મચારી હતો .ત્યારે તેમની મોડ્સ ઓપરેન્ડી જાણી આપ પણ ચોંકી ઉઠશો…
ઔદ્યોગિક નગરી માં દેશ ભર ના લોકો રોજગારી માટે સ્થાઈ થયા છે ,પોલીસ ની ઊંડાણપૂર્વક ની તપાસ બાદ આ ગેંગ વાપી અને આસપાસના વિસ્તારમાં બોગસ દસ્તાવેજો બનાવી આપવાના નું રેકેટ ચલાવતા હતા . ઝડપાયેલા આરોપીઓએ અગાઉ કેટલા લોકોને આવા બોગસ દસ્તાવેજો બનાવી આપ્યા છે..?? અને તેનો શું ઉપયોગમાં લેવામાં આવ્યા છે. ?? તેને લઈ ને પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. આથી પોલીસે આ તમામ સવાલોના જવાબ મેળવવા આરોપીઓના રિમાન્ડ લઈ તેમની આગવી ઢબે પૂછપરછ સરુ કરી હતી આથી આગામી સમયમાં આ રેકેટમાં અનેક ચોંકાવનાર ખુલાસા થવાની શક્યતા સેવાઇ રહી છે.