HomeGujaratsuratના રસ્તા પર 450 Electric Bus દોડશે-India News Gujarat

suratના રસ્તા પર 450 Electric Bus દોડશે-India News Gujarat

Date:

Electric Busની સંખ્યા 150થી વધીને 450 કરાશે

Surat માં  હાલમાં દોડી રહેલી 49  Electric Bus ની સંખ્યા વધીને હવે આગામી સમયમાં 450 ને પાર પહોંચશે. અગાઉ SMC તંત્ર દ્વારા શહેરમાં 150 ઈ-બસો દોડાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જો કે, હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સુરત સહિત દેશના અન્ય શહેરોમાં બસની જરૂરિયાતને ધ્યાને રાખીને ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.-India News Gujarat

  •  હવે સુરત શહેરમાં Electric Busની સંખ્યા 150થી વધીને 450 ને આંબશે.
  • મનપા દ્વારા પણ માસ ટ્રાન્સપોર્ટેશનમાં તબક્કાવાર ડિઝલ બસોને સ્થાને ઈલેક્ટ્રીક બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે
  •  હાલ શહેરમાં 49 Electric Bus દોડી રહી છે.
  • સુરત સીટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021ના વિભાગે તૈયાર કરેલા ડ્રાફ્ટ હેઠળ સુરતમાં 2025 સુધી 40 હજાર ઈલેક્ટ્રિક વાહનો પરિવહન માટે ઉપલબ્ધ થાય તેવું આયોજન કરાયું છે.
  • વાહનો માટે તબક્કાવાર 500 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે.
  •  200 જેટલા ચાર્જિંગ સ્ટેશન મનપા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયતાથી સ્થાપવામાં આવશે.
  • 150 ચાર્જિંગ સ્ટેશન પીપીપી ધોરણે સ્થાપિત કરવામાં આવશે.

કમિશનરે ઉમેર્યું હતું કે મહાનગર પાલિકા પણ તેના તમામ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરવવાનો વિચાર કરી રહી છે. જેથી પ્રદુષણ ન થાય અને ઇંધણ પણ બચાવી શકાય. ખાસ કરીને સૌ પ્રથમ સોલિડ વેસ્ટ વ્હીકલને ઈ વાહનોમાં ફેરવવામાં આવશે.-India News Gujarat

 ભારત સરકારને સૌથી લોએસ્ટ ટેન્ડરો મળ્યા

ભારત સરકાર દ્વારા “ગ્રાન્ડ ચેલેન્જ ટેન્ડરમાં ભારતના પાંચ મોટા ભારત શહેરો – કોલકાતા, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને સુરતમાં 5450 બસોની માંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારત સરકારને સૌથી લોએસ્ટ ટેન્ડરો મળ્યા છે. જેથી તમામ મનપાઓને આર્થિક લાભ થશે. અને હવે Electric Bus ની સંખ્યામાં વધારો કરાશે. અગાઉ દેશની જે-તે મનપાઓ દ્વારા પોતાની રીતે ટેન્ડર બહાર પાડવામાં આવતા હતા. પરંતુ હવે ભારત સરકાર દ્વારા પાંચ શહેરોની ડિમાન્ડ માટે સંયુક્ત ટેન્ડર બહાર પાડતા તમામ શહેરોને તેનો સીધો આર્થિક લાભ મળશે.

સુરત મનપાને એક બસના એક કિ.મી પાછળ સીધી 14 રૂ. ની બચત થશે.

12 મીટર બસની સૌથી ઓછી કિંમત 43.49 પ્રતિ કિમીની છે. 9 મીટ૨ની બસ 39.21 પ્રતિ કિમી મળી છે. અત્યાર સુધી મનપા દ્વારા દરેક Electric Bus ને પ્રતિ કિ.મી મા ઓપરેટરને 55 રૂપિયા ચુકવવામાં આવતા હતા. પરંતુ હવે આ લોએસ્ટ ટેન્ડરની રકમ પ્રમાણે પ્રતિ Electric Bus પ્રતિ કિ.મી માટે ઓપરેટરને રૂા. 41 રૂ. ચુકવવાના થશે. એટલે કે, સુરત મનપાને એક બસના એક કિ.મી પાછળ સીધી 14 રૂ. ની બચત થશે.-India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો: surat Diamond Bourse માં કસ્ટમ હાઉસને કેન્દ્ર સરકારની મંજૂરી

તમે આ પણ વાંચી શકો છો: bridge city સુરતમાં 480 કરોડના ખર્ચે વધુ 4 નવા બ્રિજ ધમધમતા થશે

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories