HomeGujaratDemand of Congress : વરાછામાં કોલેજ સહિતની વિવિધ માંગને લઈને કોગ્રેસ આંદોલન...

Demand of Congress : વરાછામાં કોલેજ સહિતની વિવિધ માંગને લઈને કોગ્રેસ આંદોલન છેડશે – India News Gujarat

Date:

વરાછા વિસ્તારની વિવિધ માંગને લઈને Congress આંદોલન છેડશે – India News Gujarat

વિધાનસભા ચૂંટણી (Assembly Election) જેમ જેમ નજીક આવે છે તેમ તેમ અલગ અલગ મુદ્દાઓ લઈને વિવિધ પક્ષ(Party ) હવે એકબીજાને ઘેરવાનો પ્રયત્ન કરશે. જેમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા, કામરેજ સહિતના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સુરત શહેર જીલ્લા Congress સમિતિ દ્વારા વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરુ કરવા, કબજા રસીદવાળી મિલ્કતોને કાયદેસરની માલીકી હદ કરવા, ખાડીઅો પેક કરવા અને રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈટેન્શન લાઈનો હટાવી રસ્તા ખુલ્લા કરવાની માંગણી સાથે જન આંદોલન કરવામાં આવશે.

  • સરકારી કોલેજ શરૂ કરવા, કબજા રસીદની મિલકતો કાયેદસર કરવા, ખાડીઅો પેક કરવા અને રસ્તાઅો ખુલ્લા કરવાની માંગણી
  • ધારાસભ્યોની અોફિસ સામે શંખનાદ કરી લોલિપોપનું વિતરણ કરાશે, સામાજીક અને રાજકીય આગેવાનોને સાથે રાખી મીટીંગો કરી લોક જાગુતિ સાથે જનસમર્થન મેળવવામાં આવશે
  • પ્રથમ શરૂઆત શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાના ત્યાંથી કરાશે 

જન જાગુતિના રચનાત્મક કાર્યક્રમો થકી સરકારને જગાડવામાં આવશે.– India News Gujarat

આ અંગે Congress ના પુર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને નિલેશભાઈ કુંભાણીઍ વરાછા વિસ્તારની આ ચારેય માંગણીઅોને લઈને શરૂ કરવામાં આવનાર આંદોલન અંગે માહિતી આપતા કહ્નાં હતું કે જન આંદોલન આગામી તારીખ ૧૮ એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત સતત એક મહિના સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને સાથે રાખી જન જાગુતિના રચનાત્મક કાર્યક્રમો થકી સરકારને જગાડવામાં આવશે.-Latest Gujarati News

ધારાસભ્યોની અોફિસ પર શંખનાંદ કરી લોલિપોપનું વિતરણ કરવામાં આવશે– India News Gujarat

આગામી તા ૧૮મી થી ૨૪ દરમ્યાન દરેક ધારાસભ્યોની અોફિસ પર શંખનાંદ કરી લોલિપોપનું વિતરણ કરવામાં આવશે. અને સાથે સાથે Congress આવેદનપત્ર આપી જન આંદોલનમાં જોડાવવા સમર્થન માંગવામાં આવશે, ૨૫મી થી ચારેય માંગણીથી પ્રભાવિત વિસ્તારોમાં સામાજીક અને રાજકીય આગેવાનોને સાથે રાખી અોટલા બેઠકો, ખાટલા બેઠકો, ગ્રુપ મીટીંગ કરી લોક જાગૃતિ સાથે જનસમર્થન મેળવવામાં આવશે.-Latest Gujarati News

 શાસકોને જગાડવા માટે આંદોલનનો એક ભાગ– India News Gujarat

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતાની આગેવાનીમાં ચારેય માંગોથી પ્રભાવિત વિસ્તારની સોસાયટીના પ્રમુખ, સામાજીક આગેવાનો, મારી મુખ્ય માંગ વરાછા વિસ્તારમાં સરકારી કોલેજની છે.વિદ્યાર્થીઅોને સાથે રાખીને અમારા વિરોધ પક્ષના નેતા ની આગેવાનીમાં મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરવામાં આવશે.અને સફળતા ન મળે ત્યાં સુધી કાર્યક્રમ શરૂ રાખવામાં આવશે એમ પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કહ્યું હતું.

આ ઉપરાંત ભૂતકાળમાં મુખ્યમંત્રીને ૨૫ હજાર પોસ્ટકાર્ડ લખ્યા છે તેમ છતાં અમને પૂરતો સહકાર મળ્યો નથી. અને સુરતની દાગ સમાન ગંદી. ગોબરી. ખાડી અંગે સુરત મનપા દ્વારા બજેટમાં ૫૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે અને મિઠાઈ પણ શાસકોએ ખાઈ લીધી પણ કામ શરૂ કરાયું નથી જેથી શાસકોને જગાડવા માટેનું આંદોલનનો એક ભાગ છે.-Latest Gujarati News

તમે આ વાંચી શકો છો: Health Minister Appeal: સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બનીએ

તમે આ વાંચી શકો છો: Mission Gujarat-2022: AAP અને હાર્દિકે કોંગ્રેસને કરી હેરાન 

 

SHARE

Related stories

Latest stories