DGVCL ના અધિકારીઓને બચાવવા પ્રયાસનો આક્ષેપ – India News Gujarat
ડિંડોલી માં વીજ કરંટથી મહિલાનું મોત નીપજવાના પ્રકરણમાં નાયબ એન્જિનિયર અને ડિંડોલી પોલીસ ના જવાબદાર અધિકારી સહિત ચાર સામે Courtમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ૬૦ દિવસમાં રિપોર્ટ કરવા Court ડિંડોલી પોલીસ ને આદેશ કર્યો છે. આ મહિલાના મોત બાદ સમગ્ર મામલા પર ઢાંક પીછોડ કરવા માટે પોલીસ દ્વારા પણ શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી હોવાનું કહેવાય છે અને તેના માટે થઇને જ પરિવાર દ્વારા ન્યાય મેળવવા માટે Courtના દરવાજા ખખડાવાયાા છે. – India News Gujarat
શું હતો મહિલાના મોતનો મામલો અને Courtએ શું આદેશ આપ્યો – India News Gujarat
વર્ષ ૨૦૨૧ ના ગણેશ વિસર્જન ના દિવસે તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ મધુબેન નવીનભાઈ રાઠોડ (ઉ.વ.૪૬, રહે. ૧૬ – જૂનો હળપતિવાસ, સાંઈ કોમ્પલેક્ષની સામે, ડિંડોલી, સુરત) નું વીજ કરંટથી અવસાન થયું હતું. આ કેસમાં જવાબદાર વીજ કંપનીના અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાના બદલે ડિંડોલી પોલીસે અન્ય વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. જેથી મૃતક મધુબેનના પુત્ર પિલેશ નવીનભાઈ રાઠોડએ એડવોકેટ અશ્વિન જે જોગડીયા મારફત અત્રેની Courtમાં જવાબદારો સામે સાપરાધ મનુષ્ય વધ અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી છે. જેમાં તેમણે લેખિતમાં રજુઆત કરી હતી કે, ડાહ્યાભાઈ આહીર નામની વ્યક્તિ લંગરિયા નાખી વીજ ચોરી કરતા હતાં અને તેમાં સ્પાર્ક થતાં વીજ વાયર તૂટીને નીચે પતરા ઉપર પડ્યો હતો અને તેમાંથી કરંટ લાગતા મધુબેનનું અવસાન નિપજ્યું હતું. મધુબેનનું મૃત્યુ નિપજયા બાદ વીજ કંપની ના કર્મચારીએ થાંભલા પરથી લંગરિયાનો વાયર રફે દફે કરી દીધો હોવાનો આક્ષેપ પણ તેમણે Court ફરિયાદમાં કર્યો હતો. આ વીજચોરી બાબતે વીજ કંપની નો સ્ટાફ પણ જવાબદાર હોય તેમણે ડાહ્યાભાઈ આહીર ઉપરાંત, ડિંડોલી સબ સ્ટેશનના નાયબ ઇજનેર , વીજ થાંભલામાંથી વીજ વાયર રફે દફે કરી પુરાવાનો નાશ કરનાર કર્મચારી તથા જવાબદારો સામે ગુનો દાખલ ન કરનાર ડિંડોલી પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને આરોપી બનાવવા Court ફરિયાદ કરી છે. આ કેસમાં ફરિયાદ પક્ષની દલીલ સાંભળ્યા બાદ ડિંડોલી પોલીસ સ્ટેશનના જવાબદાર આમલદારને દિન – ૬૦ માં રિપોર્ટ કરવા Court દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Jari Industry in Trouble- સુરતનો જરી ઉદ્યોગ ભાંગી પડવાની આરે
આપ આ પણ વાંચી શકો છોઃ- petrol dieselમાં નવ મહિનામાં કેન્દ્રને ડ્યુટી પેટે મળ્યા રૂ.3.31 લાખ કરોડ