HomeGujaratCoordination Committee Meeting/India News Gujarat

Coordination Committee Meeting/India News Gujarat

Date:

ઈ.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

સંકલનમાં વિવિધ વિભાગના અધિકારીઓને પ્રશ્નના નિરાકરણ માટે તત્કાલ કાર્યવાહી કરવાની સૂચનાઓ અપાઈ

સુરત:શુક્રવાર: ઈ.કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિનની મળેલી બેઠકમાં વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નોના રજૂ થયા હતા. પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે તાકીદ કરવામાં આવી હતી.
બેઠકમાં નેશનલ હાઈવે, ઉર્જા, વીજપ્રવાહ, માર્ગ મકાન વિભાગ, મનપા, ગુજરાત ગેસ, ગ્રામ્ય અને શહેર પોલીસ વિભાગને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા થઈ હતી અને સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઈ.કલેક્ટરશ્રીએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુરત મહાનગરપાલિકા, સિટી સર્વે, માર્ગ મકાન વિભાગ, પંચાયત, પોલીસ, ગુજરાત ગેસ સહિતના અધિકારીઓને પ્રશ્નના તુરંત નિરાકરણ માટેની સૂચનાઓ આપી હતી.
સંકલન બેઠકમાં સરકારી વિભાગોના વડાઓએ પોતાના પ્રતિનિધિ ન મોકલતા પોતે જ હાજર રહેવા ઈ.કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી, જેથી જનપ્રતિનિધિઓના પ્રશ્નોના નિરાકરણમાં કોમ્યુનિકેશન ગેપ ન સર્જાય.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી પૂર્ણેશભાઈ મોદી, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, ઈશ્વરભાઈ પરમાર, સંદિપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા, પ્રાંત અધિકારીઓ, સુરત મનપા સહિત વિવિધ સરકારી કચેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories