કન્યા શાળામાં રસોયાની વિદ્યાર્થીઓ પાસે બીભત્સ માંગ.
Cooks made nasty demands to the students: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની એક નિવાસી કન્યા શાળામાં રસોયાઓ વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માગ કરતાં હોવાના, અને બીભત્સ વિડીયો ઉતારતા હોવાના ગંભીર આક્ષેપો થતા ચકચાર મચી ગઈ છે. 600 વિદ્યાર્થીનીઓ ધરાવતી આ નિવાસી શાળાના વાલીઓએ કરેલા ગંભીરાક્ષેપોને લઈ મામલો ગરમાયો છે. વાત પોલીસ સુધી પહોંચી છે. આથી આ મામલે હવે ધરમપુર પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. India News Gujarat
વાલીઓના ગંભીર આક્ષેપોથી મામલો ગરમાયો.
વલસાડ જિલ્લાના છેવાડે આવેલા ધરમપુર તાલુકાના ઓઝરપાડામાં આવેલી કન્યા સાક્ષરતા નામની આ નિવાસી શાળા છે. આ અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળામાં 600 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. મોટેભાગે આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોની છે. જેઓ અહીં સરકારી ખર્ચે શિક્ષણ મેળવે છે. સાથે જ અહીં હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરે છે. શાળામાં વિદ્યાર્થીઓને જમવા માટે રસોડું પણ ચાલે છે. આ રસોડામાં કામ કરતાં રસોયાઓ વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માંગ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, સાથે જ રસોયાઓ વિદ્યાર્થીનીઓના બિભસ્ત વિડીયો ઉતારતા હોવાના પણ વિદ્યાર્થીઓની ના વાલીઓએ આક્ષેપો કરતા માહોલ ગરમાયો છે. આ મામલે વિદ્યાર્થીનીઓએ કરેલા આક્ષેપોને લઈ વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. આથી મામાલો ગરમાયો છે. આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ વાલીઓને કરેલી જાણ બાદ વાલીઓએ કરેલા ગંભીર આક્ષેપોને લઈ સમગ્ર મામલો ત્યારે ગરમાયો છે.
પોલીસે આગળની તપાસ હાથ ધરી.
મહત્વપુર્ણ છે કે ધરમપુર આદિવાસી વિસ્તાર છે, અને આ સંસ્થામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ આદિવાસી પરિવારોની છે. ત્યારે આ સમગ્ર પ્રકરણને લઈ હવે આ વિસ્તારના અગ્રણીઓ પણ ગંભીરાક્ષેપો કરી રહ્યા છે. અને વાલીઓની પણ માંગ છે કે આ શાળાના આચાર્ય, વોર્ડન અને પુરુષ રાસોયાઓની હકાલ પટ્ટી કરવામાં આવે અને તેમની જગ્યાએ મહિલા સ્ટાફ અને મહિલા રસોયાઓ ને મેસની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરી છે. પંજાબમાં વિદ્યાર્થીનીઓના બિભસ્ત વિડીયો નો મામલો અત્યારે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર છે. ત્યારે ધરમપુરના અંતરિયાળ વિસ્તારની નિવાસી શાળામાં અભ્યાસ કરતી 600થી વધુ વિદ્યાર્થીનીઓ ની આ સંસ્થામાં વિદ્યાર્થીનીઓએ કરેલા આક્ષેપો ગંભીર છે. આથી આવનાર સમયમાં આ મામલો વધુ ચર્ચાસ્પદ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જો કે અત્યાર સુધી વિદ્યાર્થીનીઓ દ્વારા થયેલા આક્ષેપો અંગે હજુ સુધી કોઈ પુરાવા સામે આવ્યા નથી. આથી આ મામલામાં હકીકત શું છે?? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ માં અનેક ચોંકાવનાર હકીકત બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Navratri festival- નવરાત્રીના પર્વને ગણત્તરીના દિવસો બાકી – India News Gujarat
આ પણ વાંચો : Demand to remove street vendor from the road – સર્વિસ રોડ પર થયેલા દબાણો દૂર કરવા માંગ – India News Gujarat