Common plot અંગે એસએમસીની પણ ભુંડી ભૂમિકાનો આરોપ – India News Gujajrat
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્વાતી સોસાયટીમાં Common plot બાબતે મહિલાઓ વચ્ચે છુટાહાથની મારામારી થઇ હતી. મહિલાઓ વચ્ચેની આ મારામારીનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ થયો છે અને સોસાયટીના Common plot માં બાંધવામાં આવેલા મંદિરને લઇને આ બબાલ થયાનું સામે આવ્યુ છે. બીજી તરફ સોસાયટીના કોમન પ્લોટ બાબતે સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા દસ વર્ષથી એસએમસીને રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેમને કોઇ જવાબ આપવામાં આવતો નથી. સોસાયટીના રહીશો અને બિલ્ડર તરફે દલીલો કરનારી મહિલાઓ વચ્ચે થયેલી આ બબાલમાં સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. – India News Gujajrat
Common plotમાં મંદિર બંધાયા બાદ વકર્યો વિવાદ– India News Gujajrat
સુરત શહેરના વરાછા વિસ્તારમાં બિલ્ડર દ્વારા સ્વાતી સોસાયટી બનાવવામાં આવી હતી. આ સોસાયટીના Common plot પ્લોટમાં મંદિર બાંધવામાં આવશે એવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ સોસાયટીના રહીશો રહેવા આવી ગયા ત્યાર બાદ Common plotમાં કોઇ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ ન હતું. પરંતુ ગાર્ડન બનાવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર બનાવી દેવામાં આવ્યુ હતું. જેના કારણે વિવાદ ઉભો થયો હતો.- India News Gujajrat
Common plot માંથી ખુરશીઓ બહાર ફેંકી દઇ મારામારી – India News Gujajrat
સ્વાતી સોસાયટીની મહિલાઓ Common plot ના મુદે રણચંડી બની હતી. તેમજ તેમણે કોમન પ્લોટમાં જે ગાર્ડન બનાવી દેવામાં આવ્યો છે તેની સામે વિરોધ કરી અને મુકવામાં આવેલી ખુરશીઓ ઉઠાવીને બહાર ફેંકી દીધી હતી. ઉપરાંત સામા પક્ષની મહિલાઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલિક મહિલાઓને ઇજા થઇ છે. Common plot અંગેના વિવાદમાં મહિલાઓ સામ સામે મારા મારી કરી રહી હોવાની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી આવી હતી. તેમજ પોલીસે બન્ને જુથને છુટા પાડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.- India News Gujajrat
આપ આ પણ વાંચી શકો છોઃ-BJP-NSUI વચ્ચે સુરતમાં વોલ પોલિટીક્સ જુવો વિડીયો