CNGના ભાવમાં 6.45નો વધારો – India News Gujarat
Petrol-diesel ના ભાવમાં સતત વધારા બાદ હવે CNGના ભાવમાં વધારો થયો છે. જેમાં ગુજરાત ગેસે CNGના ભાવમાં 6.45નો વધારો કર્યો છે. તેમજ નવા ભાવ વધારા બાદ ભાવ 76.98 રૂપિયા થઈ ગયો છે. CNGનો જૂનો ભાવ 70.53 હતો જે વધીને 76.98 થયો છે.
1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો હતો. સીએનજી કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં વધારો થતાં સીએનજી મહંત ચાલકોને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે પેટ્રોલ-ડીઝલ ની સાથે હવે અદાણી સીએનજી એ પણ રૂપિયા પાંચનો એક જ ઝાટકે વધારો કરી દેતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છેઅ.-Latest Gujarati News
CNG ના ભાવમાં સાતમો વધારો – India News Gujarat
છેલ્લા મહિનામાં CNG ના ભાવમાં આ સાતમો વધારો છે. એકંદરે, દરમાં આશરે રૂ. 6.5 પ્રતિ કિલોનો વધારો થયો છે. વૈશ્વિક સ્તરે ગેસના ભાવમાં થયેલા ઉછાળાને કારણે આ વધારો થયો છે. IGL સ્થાનિક ક્ષેત્રોમાંથી નેચરલ ગેસ મેળવે છે તેમજ આયાતી LNG ખરીદે છે. વર્તમાન બજારમાં LNG તાજેતરના મહિનાઓમાં વિક્રમી ઊંચાઈને સ્પર્શી ગયો હતો અને ગુરુવારે સરકારે સ્થાનિક ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગેસની કિંમત પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ $2.9 થી વધારીને US$6.10 કરી હતી.-Latest Gujarati News
CNGનો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 – India News Gujarat
CNGની સવારી પણ મોંઘી જ પડશે ગુજરાત ગેસે CNGના ભાવમાં રૂ.6.45 નો વધારો કર્યો છે. આથી હવે ગુજરાત ગેસનો CNGનો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 પહોંચશે આજે 6 એપ્રિલને મધ્યરાત્રીથી CNGમાં નવા ભાવ લાગુ થયા છે.જેના કારણે વાહન ચાલકો પર વધારાનો બોઝ પડ્યો છે. હવે CNGની સવારી પણ મોંઘી બની ગઈ છે.-Latest Gujarati News
LPG સિલિન્ડરમાં 250 રૂપિયાનો વધારો – India News Gujarat
એપ્રિલ મહિનો શરુ થયો ને આમ જનતા માટે લઈને આવ્યો મોંઘવારીનો માર. પ્રથમ દિવસે જ સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. કૉમર્શિયલ ગેસ સિલિન્ડર ની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. બીજી બાજુ અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં પણ તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
રાંધણ ગેસની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. 10 દિવસ પહેલા તેમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતને કારણે હવે બહારનું ખાવાનું મોંઘું થઈ શકે છે.-Latest Gujarati News
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે સપ્તાહમાં 12મી વખત વધારો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં લિટર દીઠ 40 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જે છેલ્લા બે સપ્તાહમાં કુલ રૂપિયા 8.40 પ્રતિ લિટરે વધી ગયો હતો. જ્યારે 21 માર્ચે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂ. 95.41 અને રૂ. 86.67 પ્રતિ લીટરના ભાવે વેચાતા હતા, ત્યારે હવે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ રૂ.103.81 અને ડીઝલ રૂ.95.07 પ્રતિ લીટર છે.
મોંઘવારીની વાતો થાય છે..મોંઘવારી આંખો સામે દેખાઈ છે.પરંતુ કોઈ બોલતું નથી, કોઈ સામે આવતું નથી, પરંતુ હવે લોકો મોંઘવારીનો ઓપ્શન શોધી રહ્યા છે.. પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં તો લોકો સસ્તા ઈંધણ તરફ એટલે કે, સીએનજી તરફ આકર્ષિત થયાં છે. પણ હવે પેટ્રોલ ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ધરખમ વધારો થઈ ગયો છે. -Latest Gujarati News
તમે આ પણ વાંચી શકો છો: Another world record to be set in the name of Surat :9 અને 10 એપ્રિલના રોજ સુરતમાં અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવામાં આવશે
તમે આ પણ વાંચી શકો છો: First woman DCP in Surat Crime Branch : મહિલા DCP એ બે મહિનાના બાળકને ઘરે મૂકીને ચાર્જ સંભાળ્યો