આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત “સ્વચ્છતા હી સેવા”ના સ્લોગન સાથે આરોગ્ય કર્મીઓ “સ્વચ્છતા શ્રમદાન”માં સહભાગી થયાઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસથી શરૂ થયેલ આયુષ્માન ભવ: કાર્યક્રમ અંતર્ગત ભારતના રાષ્ટ્રપિતા “મહાત્મા ગાંધીજી”ના જન્મ દિવસના ઉપક્રમે તા.૨જી ઓકટોમ્બરના રોજ “સ્વચ્છતા હી સેવા”ના સ્લોગન સાથે સુરત જિલ્લાના તમામ તાલુકાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો દ્વારા સવારે ૧૦:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી “સ્વચ્છતા શ્રમદાન” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડીકલ ઓફિસરશ્રી ડો. મહેન્દ્ર પટેલના આયોજન થકી સુરત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સબસેન્ટરના આરોગ્ય કર્મચારીઓ, સામાજિક આગેવાનો તથા જાગૃત જનસમુદાય દ્વારા કુલ ૪૩૦ સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી હતી.