HomeGujaratChild Labor Task Force Committee : જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ...

Child Labor Task Force Committee : જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ : INDIA NEWS GUJARAT

Date:

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

ડિસેમ્બર મહિનામાં ૨ તરૂણ શ્રમિકોનું પુનર્વસન

INDIA NEWS GUJARAT : જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ડિસેમ્બર-૨૦૨૪ માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેક્ટરએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુનર્વસન થાય તેમજ બાળમજૂરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.


INDIA NEWS GUJARAT : બાળ શ્રમિક (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬ અન્વયે ડિસેમ્બર-૨૦૨૪ માસમાં ટાસ્ક ફોર્સ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની દુકાનોમાં પાંચ રેડ કરી ૨ તરૂણશ્રમિકોને મુક્ત કરાવી પુનર્વસન કરાયું છે. તરૂણોને સાથે રાખી તેના માતાપિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં તે ફરી વાર બાળમજૂરીના દલદલમાં ન ફસાય એ માટે સમજણ આપવામાં આવી હતી. માલૂમ પડેલ તરૂણ શ્રમિક જ્યાં કામ કરતા તે જગ્યાના માલિક સામે ધોરણસરની કાર્યવાહી કરી નિયમન નોટિસ પાઠવવામાં આવી હોવાની વિગતો મદદનીશ શ્રમ આયુક્તની કચેરીના અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી હતી.
બેઠકમાં મહિલા સેલના એ.સી.પી. મિની જોસેફ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન ડો.નિમિષા પટેલ, જિ.પંચાયતના જિ.સમાજ કલ્યાણ અધિકારી એમ.એન. ગામીત, ટાસ્ક ફોર્સના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories