HomeGujaratCheck return caseમાં વેપારીને બે વર્ષની કેદ - India News Gujarat

Check return caseમાં વેપારીને બે વર્ષની કેદ – India News Gujarat

Date:

Check return case વેપારી વિરૂધ્ધ નોંધાઇ હતી ફરિયાદ – India News Gujarat

Check return caseમાં સુરત કોર્ટ દ્વારા વેપારીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટએ   દોષી ઠેરવી બે વર્ષની કેદ, 6 લાખનો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ અને દંડમાં લેણી રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. Check return caseમાં આરોપી વેપારી ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલો છે અને તેણે ફરિયાદીને લેણી રકમ પેટે બે અલગ અલગ પ્રોમીસરી નોટ લખી આપી હતી જે રિટર્ન થયા બાદ Check returnની ફરિયાદ નોંધાઇ હતી.- India News Gujarat

શું છે વિગતો Check return caseની – India News Gujarat

સુરત શહેરના લંબે હનુમાન રોડ ખાતે આવેલી ગાંધી વિહાર સોસાયટીમાં રહેતા ફરિયાદી ઘનશ્યામ માધાભાઈ કાકડીયાએ આરોપી સંજય વજુભાઈ સોડવડીયા (રે.વંદના સોસાયટી,વરાછા રોડ)ની સાથે ટેક્સટાઈલ માર્કેટના ધંધા સાથે સંકળાયેલા હોવાના નાતે એપ્રિલ-2018 દરમિયાન ત્રણ માસ માટે  વગર વ્યાજે  રૃ.6 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે લેણી રકમ નિયત મુદતમાં ચુકવી આપવા અંગે ફરિયાદી એ પ્રોમીસરી નોટ સાથે ત્રણ લાખના એક એવા બે Check  લખી આપ્યા હતા. તે રીર્ટન થતા કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. બચાવપક્ષે Check નો દુરુપયો ખોટી ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. અલબત્ત કોર્ટે જણાવ્યું હતું કે માત્ર આરોપીના  ઈન્કાર માત્રથી આરોપીની જવાબદારી પુરી થઈ જતી નથી. આરોપીના બચાવને નકારી કાઢી જણાવ્યું હતું કે વાઉચરો ખોટો  હોવા તથા તેમાં આરોપી ની સહી નથી તે માટે કોઈ ચોક્કસ હકીકત રેકર્ડ પર લાવી શક્યા નથી. – India News Gujarat

Check return caseમાં સજાનો હુકમ – India News Gujarat

આરોપી સંજયભાઇ વિરૂધ્ધ નોંધાયેલી Check return caseમાં ફરિયાદ અંગે સુરતના એડીશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટએ આરોપી સંજયભાઇને બે વર્ષની કેદ અને રૂપિયા છ લાખ દંડ ફટકાર્યો હતો. ઉપરાંત જો આરોપી દંડ ન ભરે તો Check return caseમાં વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.  – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Leopard દેખાતા ઓલપાડ તાલુકાના ગામોમાં ગભરાટ

આપ આ પણ વાંચી શકો છોઃ- DA Hike :સરકારી કર્મચારીઓ માટે ખુશખબર!

SHARE

Related stories

Latest stories