HomeGujaratc-r-paatil assures to discuss over bill against stray cattle : રખડતા...

c-r-paatil assures to discuss over bill against stray cattle : રખડતા ઢોરના કાયદા મામલે c-r-paatil નું નિવેદન -India News Gujarat

Date:

રખડતા ઢોરના કાયદા મામલે c-r-paatil નું નિવેદન 

suratના એક કાર્યક્રમમાં હાજરી આપતા c-r-paatil એ જણાવ્યું કે રખડતા ઢોરને લઈને જે કાયદો બનાવવામાં આવ્યો છે તેમાં ફેરવિચારણા કરવા માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્રમાં નવા કાયદાને રદ કરવામાં આવે તે પ્રકારની લાગણી છે. કાયદો અમલમાં આવશે એની સાથે જે મુશ્કેલીઓ આવી શકે છે તમામ બાબતોનું ધ્યાન મુખ્યમંત્રીને દોરવામાં આવ્યું છે.-India News Gujarat

ગાય રાખવા માટે લાયસન્સ લેવું પડે તે યોગ્ય નથી: C.R.PATIL

ભુપેન્દ્ર પટેલની સરકાર આવ્યા બાદ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે જેમાં રખડતા ઢોરોને લઈને નવો કાયદો અમલમાં આવતા રાજ્યભરના પશુપાલકો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ત્યારે હવે રખડતા ઢોરને લઈને જે કાયદો બનાવવામાં આવ્યો છે તેને મોકૂફ રાખીને આગામી સત્રમાં રદ કરવામાં આવશે તેવી આશા ભાજપ પ્રદેશ અધ્યક્ષે c-r-paatil સુરતમાં વ્યક્ત કરી છે. c-r-paatil  જણાવ્યું હતું કે, ગાય રાખવા માટે લાયસન્સ લેવું પડે તે યોગ્ય નથી, મોટો દંડ ફટકારવામાં આવે અથવા તો જેલમાં નાખી દેવામાં આવે એવો નિર્ણય યોગ્ય નથી.

  • ફેરવિચારણા માટે મુખ્યમંત્રી સાથે કરશે ચર્ચા
  • કાયદો મોકૂફ રાખીને આગામી સત્રમાં રદ કરવામાં આવશે

 

શરૂઆતમાં રખડતા ઢોરના મુદ્દાને લઈને સી.આર.પાટીલ વારંવાર નિવેદનો આપી રહ્યા હતા. રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થાય તેના માટે વ્યવસ્થા ઊભી કરવા માટેની પણ તેઓ સતત માગણી કરી રહ્યા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો છે તેના કારણે નવા અનેક પ્રશ્નો ઉભા થઇ ગયા છે. જેને કારણે સીઆર પાટીલે કહ્યું કે મુખ્યમંત્રીને મે ખુદ રજૂઆત કરી છે અને આગામી વિધાનસભા સત્રમાં આ કાયદો રદ કરવામાં આવે તેવી મને આશા છે.

રખડતા ઢોરોને પગલે અકસ્માતના બનાવો પણ વધતા હતા. તેમજ રખડતા ઢોરોને કારણે રસ્તા પર પડેલા પ્લાસ્ટિકનો કચરો પણ ગૌમાતા આરોગતા હતા. જેને પગલે ગૌ માતાના મોત થતા હતા.  જેને લઇને સરકાર દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું. અને રખડતા ઢોરોની સામે પગલાં પણ ભરાયા હતા અને તમામ રખડતા ઢોરોને  પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા હતા .મહાનગરપાલિકાના કાયદાઓ છે તે પૂરતા છે.-India News Gujarat

સરકારના બિલનો સમગ્ર રાજ્યમાં વિરોધ કરાયો છે.

જે રીતે આ કાયદો આવ્યા બાદ  માલધારી સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી ત્યારે આ મામલે આ કાયદા રદ કરવા માટે પણ મુખ્યમંત્રીએ પણ પોઝિટિવ જવાબ આપ્યો છે. ત્યારે આ પ્રકારની લાગણીને લઈને આગામી વિધાનસભા સત્રમાં આ મામલે નિરાકરણ આવશે એવી વાત કરી હતી.

નોંધનીય છે કે, સરકારના બિલનો સમગ્ર રાજ્યમાં વિરોધ કરાયો છે. કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીઓ સહિત પાલિકા સામે વિરોધ પ્રદર્શનો થયા છે. માલધારી સમાજે બિલને કાળો કાયદો ગણાવ્યો અને બિલ પાછુ ખેંચવા માગ કરી રહ્યા છે.-India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો: Demonetization of Which Note? : લોકોએ કરેલી નોટબંધી

તમે આ પણ વાંચી શકો છો: IPO-નિયમ બદલાઈ રહ્યો છે, રોકાણકારોને મળશે લાભ

SHARE

Related stories

Latest stories