HomeGujaratBudgetમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને લોટરી લાગી-India News Gujrat

Budgetમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને લોટરી લાગી-India News Gujrat

Date:

Budgetમાં નવસારી પાસે વાસીબોરડી ખાતે PM-MITRA પાર્કની જોગવાઇ-India News Gujrat   

ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે વર્ષ 2022- 23નું Budget રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નવસારી પાસે વાસી–બોરડી ખાતેની ૧૦૦૦ એકર જમીન ઉપર PM-MITRA  મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM- MITRA) પાર્ક સ્થાપવા માટે સ્થળની પસંદગી કરવામાં આવી છે અને તેની જાહેરાત પણ Budgetમાં કરવામાં આવી છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરત ખાતે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ દેશના અન્ય શહેરો કે રાજ્યો કરતા વધારે થયું હોવાથી

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના સાત જેટલા પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજન એન્ડ એપેરલ (PM-MITRA) પાર્કમાંથી એક પાર્ક દક્ષિણ ગુજરાતમાં ફાળવવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સતત રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆત બાદ સી.આર. પાટીલે આ દિશામાં ખૂબ મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે આજે

દક્ષિણ ગુજરાતમાં પીએમ–મિત્રા પાર્ક માટે ગુજરાત સરકાર દ્વારા ઉપરોકત સ્થળની પસંદગી કરવામાં આવી છે.-India News Gujrat

PM-MITRA  પાર્કને પગલે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂ.25 હજાર કરોડનું નવું રોકાણ આવશે-India News Gujrat 

PM- MITRA પાર્કને પગલે ભવિષ્યમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા રપ૦૦૦ કરોડનું નવું રોકાણ આવવાની સંભાવના છે એવુ ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું.ચેમ્બર દ્વારા ઘણા લાંબા સમયથી કારીગરોના પગારમાંથી કપાતા પ્રોફેશનલ ટેકસને હટાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. આથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧ર હજાર કે તેથી ઓછો પગાર ધરાવનાર નોકરીયાત વર્ગને પ્રોફેશનલ ટેકસમાંથી છુટકારો આપવામાં આવ્યો છે. જેથી નોકરિયાત વર્ગને રાહત થઇ છે.રાજ્ય સરકારે અંદાજપત્રમાં ટેકસટાઇલ ક્ષેત્રે આસિસ્ટન્ટ ટુ સ્ટ્રેન્ધેન સ્પેસિફીક સેકટર્સ ઓફ ટેકસટાઇલ વેલ્યુ ચેઇન– ર૦૧૯ સ્કીમમાં આ વર્ષ માટે રૂપિયા ૧૪પ૦ કરોડની ફાળવણી કરી  છે. આ ઉપરાંત રાજ્ય સરકારની એમએસએમઇ ઇન્સેન્ટીવ સ્કીમમાં રૂપિયા ૧૩૬૦ કરોડની ફાળવણી કરાઇ છે. સૌથી વધુ ટેકસટાઇલ એકમો દક્ષિણ ગુજરાતમાં છે. તદુપરાંત ગુજરાતની કુલ એમએસએમઇમાંથી ૪૮ ટકા જેટલા એમએસએમઇ એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા છે. આથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને આ બજેટથી સૌથી વધુ લાભ થવાની શકયતા છે.-India News Gujrat

આપ આ પણ વાંચી શકો છોઃ-Gujarat Budgetમાં તાપી રિવરફ્રન્ટ માટે રૂ.1991 કરોડ-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-DGVCLના જુનિયર ઇજનેરે લગ્ન ની લાલચે યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

 

SHARE

Related stories

Latest stories