યુનિવર્સિટીની દિવાલ પર કમળ ચીતરાયા તો વચ્ચે કોંગ્રેસે NSUI લખ્યુ- India News Gujarat
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની દિવાલ પર ભાજપ સમર્થકો દ્વારા કમળના નિશાન દોરવામાં આવતા કોંગ્રેસ દ્વારા આ કમળના ચિન્હની વચ્ચે NSUI લખીને BJPના કાર્યકરોને પડકાર ફેંક્યો છે. જો કે, તેની સામે BJP દ્વારા હાલમાં કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ સમય આવશે ત્યારે તેનો જવાબ આપવામાં આવશે એવુ BJPના સ્થાનિક અગ્રણી કાર્યકરો જણાવી રહ્યા છે.- India News Gujarat
દરેક મામલે BJP-NSUIના વિદ્યાર્થી નેતાઓ હોય છે આમને સામને- India News Gujarat
સુરતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે કોઇને કોઇ મામલે વિવાદ ચાલતો રહેતો હોય છે. આવા સંજોગોમાં કોલેજ કેમ્પસોમાં પણ BJP-NSUI વચ્ચે ગજગ્રાહ ચાલ્યા કરતો હોય છે. ખાસ કરીને જ્યારે ચૂંટણીનો સમય નજીક આવે છે ત્યારે BJP-NSUIના કાર્યકરો આમને સામને આવી જતા હોય છે.તેમા પણ ખાસ કરીને કોલેજોમાં ચૂંટણીના દિવસો આવે છે ત્યારે તો BJP-NSUIના કાર્યકરો વચ્ચેનો સંઘર્ષ વધી જાય છે અને BJP-NSUIના કાર્યકરો એક બીજાના ટાંટીયા ખેંચવા તત્પર રહે છે.- India News Gujarat
આવનારા દિવસોમાં શું અસર થશે આ ઘટનાની- India News Gujarat
BJP-NSUI વચ્ચે સુરતમાં જે પ્રકારે ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ છે તે જોતા આવનારા વિધાનસભાના ઇલેકશનમાં પણ તેની અસર જોવા મળશે. ખાસ કરીને BJP-NSUIના કાર્યકરો મોટા ભાગે વિદ્યાર્થીઓ જ છે અને તેઓ પોત પોતાની પાર્ટીના કાર્યાલયના આદેશ પ્રમાણે કામગીરી કરતા હોય છે. પરંતુ જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે તેઓ વધારે આક્રમક બની અને બહાર આવતા હોય છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ફરી વખત BJP-NSUI ના કાર્યકરો આમને સામને આવી ગયા છે અને તેની લાંબા ગાળાની અસરો પડશે એવુ લાગી રહ્યુ છે.- India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Textile Market Area માં ચાલુ ટેમ્પામાંથી કાપડના તાકા ચોરીનો વિડીયો વાયરલ
આપ આ પણ વાંચી શકો છોઃ-death by suffocation of 2 workers : સોનું મેળવવાની લાલચે લીધો જીવ