પરીક્ષા કે અગ્નિપરીક્ષા ?
વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરે છે. ત્યારબાદ પરીક્ષા(EXAM)નો સમય આવે છે જ્યારે તેમને તેમની મહેનતને સાબિત કરવાની હોય છે. મોટાભાગે એવું બને છે કે ઘણા સમયમાં અમુક વાર કોઈક યુનિવર્સીટી(University) પોતાની ભુલોને કારણે વિદ્યાર્થીઓને અસંમંજસમાં મુકી દે છે. ત્યારે વિદ્યાર્થીઓની હેરાનગતિનો કોઈ પાર રહેતો નથી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદકારી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(University) ઘોર બેદકારી સામે આવી છે. BAમાં 50 માર્ક્સના પેપરમાં 10 વિદ્યાર્થીને 70 માર્ક્સ આપ્યા હતા. ગુજરાતી-ઈંગ્લિશ બંનેમાં પરીક્ષા લેવાતા આ ગડબડ થઈ હતી જેના બાદ યુનિવર્સિટી(University)એ એજન્સી પાસે લેખિતમ જવાબ માંગ્યો છે. ભૂલ પકડાતા અંતે યુનિવર્સિટી(University)એ પરિણામ સુધારી દીધું હતું. વી.સી ડો.કિશોર ચાવડાએ માર્કશીટ અંગે નિવેદન આપ્યું હતું. 10 વિધાર્થીઓ ભૂલથી પરીક્ષામાં લોગઆઉટ થઈ જતા વીસી દ્વારા એક તક આપવામાં આવી હતી. કોમ્પ્યુટરાઈઝ પરીક્ષા હોવાના કારણે બે વખત લોગઈન થતા ખામી સર્જાઈ હતી. હાલ ટેક્નિકલ એજન્સીને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો.
હવે શું ?
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(University) આ ભુલ પછી હવે તેનો શું નિષ્કર્શ નીકળે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ આ પ્રકારની ભુલો વિદ્યાર્થીઓ માટે એક ચિંતાનું કારણ બનતી હોય છે તથા સમયનો બગાડ સાબિત થતી હોય છે ત્યારે આ વ્યવસ્થાને સુધારવી એ સરકાર માટે પ્રાથમિક હોવી જરૂરી છે.
વિદ્યાર્થીઓને ભોગવવી પડે છે અવારનવાર મુશ્કેલી
એવું નથી કે આ પ્રથમ વખત આ ઘટના ઘટી હોય પરંતુ આ અગાઉ પણ એવી કેટલીય ઘટના ઘટી ચુકી છે જેમાં યુનિવર્સીટીની ભુલોને કારણે વિદ્યાર્થીઓએ ભોગવવું પડ્યું છે. ત્યારે આ પ્રકારની મોટી ભુલોને કારણે વિદ્યાર્થીઓના સમયની સાથે સાથે જાણે તેમના આત્મવિશ્વાસ પર પણ એક મોટી અસર થતી જોવા મળતી હોય છે. સમગ્ર વર્ષની આકરી મહેનત અને ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે આગળ જતા હોય છે ત્યારે આ પ્રકારની ભુલો શિક્ષણજગતની કથળતી જતી સ્થિતીનો પુરાવો આપે છે.
દેશમાં omicron વાયરસનો ખતરો યથાવત