HomeGujaratBig decision for Teachers: શિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરતી રાજ્ય સરકાર...

Big decision for Teachers: શિક્ષકોની બદલીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરતી રાજ્ય સરકાર – India News Gujarat

Date:

Big decision for Teachers

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Big decision for Teachers: વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા શૈક્ષણિક સંઘો મહાસંઘોની લાગણી અને માગણીને સામેલ કરી રાજ્યના વિધાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્યશિક્ષકોની જિલ્લાફેર બદલીઓના નિયમો સંદર્ભે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં હોવાનું રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું. જેનો લાભ અંદાજે ૨ લાખથી વધુ શિક્ષકો તથા તેમનાં આશ્રિત 10 લાખ પરિવારજનોને થશે. આ મહત્વપૂર્ણ નિર્ણયને પગલે રાજ્યના શિક્ષકોના ઘરે દિવાળીનો માહોલ સર્જાશે. અત્યારે ચૈત્રી નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યાં છે અને હિંદુઓના નવા વર્ષની ઉજવણી થઈ રહી છે તેવા અવસરે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના વ્યાપક હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણયનો અમલ થાય તે માટે નવા નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. India News Gujarat

10 વર્ષ પહેલા ઘડાયેલા નિયમોમાં કરાયા ફેરફાર

Big decision for Teachers: શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, 10 વર્ષ પહેલાં વર્ષ-2012માં પ્રાથમિક શિક્ષકોની બદલીઓ સંદર્ભે નિયમો ઘડાયા હતાં. આ નિયમોમાં બદલાવ માટે પ્રાથમિક શિક્ષણના સંઘો દ્વારા રજુઆતો થઇ હતી એ સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંપૂર્ણ સંવેદના સાથે નિયમોમાં મહત્વના ફેરફાર કરવા દિશા-નિર્દેશો આપ્યાં હતાં. આ અંગે બે દિવસમાં ઠરાવ કરવાની વિધાનસભા ગૃહમાં પણ ખાતરી આપી હતી. તેને ધ્યાનમાં રાખીને આજથી જ આ ઠરાવ અમલમાં આવે તે રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. India News Gujarat

રજૂઆતો બાદ સંશોધન દ્વારા ઠરાવ કરાયો

Big decision for Teachers: તેમણે ઉમેર્યુ કે, ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘની રજૂઆતોને ધ્યાનમાં લઇ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લાં છ મહિનાથી આ અંગે વિવિધ રજૂઆતો ધ્યાનમાં લઈને વ્યાપક સંશોધન દ્વારા આ ઠરાવ રાજ્યના આશરે 2 લાખ શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં કરેલા ઐતિહાસિક સુધારાની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો 23 મે 2012ના ઠરાવથી નિયત થયાં હતાં. માન્ય શૈક્ષણિક સંગઠનો તેમ જ શિક્ષકોનું હિત ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયા૨ ક૨વામાં આવ્યાં છે. જે અંતર્ગત અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવતો હતો તેના બદલે નવા નિયમો મુજબ જે તે જિલ્લામાં ખાલી 100 ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે. India News Gujarat

વિદ્યા સહાયકોની બદલી ન્યાયી રીતે થાય તે બાબતે મંથન

Big decision for Teachers: મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વિદ્યા સહાયકોની બદલી ન્યાયી રીતે થાય તેનું મંથન કરીને 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવાં શિક્ષકો 5 વર્ષ પછી જિલ્લા ફેરબદલી કે જિલ્લા અરસ પરસ બદલી માટે અરજી કરી શકશે. એટલું જ નહિ, જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ/પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે. જિતુ વાઘાણીએ કહ્યું કે, પતિ/પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. India News Gujarat

બદલી માટે અરજી કરવાની તારીખ લંબાવાઈ

Big decision for Teachers: શિક્ષણમંત્રીએ વધુ એક જાહેરાત કરતાં જણાવ્યું કે, આ ઉપરાંત અરસપરસ બદલી કરવા માટે અરજી કરવાની છેલ્લી 26 માર્ચ હતી તે વધારીને હવે આવતી 3 મે સુધી લંબાવવામાં આવી છે. તે ઉપરાંત બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે. એટલે કે બદલી બાબતે જે કોઇ રજૂઆત / ફરિયાદ હોય તો સંબંધિત શિક્ષક / મુખ્ય શિક્ષક દ્વારા ફરિયાદ નિવારણ સમિતિને રજૂઆત કરી શકાશે અને ફરિયાદ નિવારણ સમિતિ તેનું નિરાકરણ ક૨શે. જેથી શિક્ષકોને બિનજરૂરી લીટીગેશનમાંથી મુક્તિ મળશે. India News Gujarat

Big decision for Teachers

આ પણ વાંચોઃ WHO suspended supply of Covaxin: ભારત બાયોટેક માટે વધુ એક ઝાટકો – India News Gujarat

આ પણ વાંચોઃ Raj Thackeray Controversial Statement : मस्जिदों में तुरंत बंद करवाएं लाउडस्पीकर, नहीं तो बजवाएंगे हनुमान चालीसा

SHARE

Related stories

Latest stories