ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અને દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કેસો ઓછા નોંધાય તે માટેના નિરંતર પગલા ભરવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાની વાત કરીએ, તો બનાસકાંઠામાં અત્યાર સુધીમાં કોરોનાના 104 જેટલા પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જેને લઇ લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની સુચના મુજબ કોરોનાના વધતા જતા કેસોને લઇ પગલા ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કોરોનાની મહામારી વચ્ચે સોશીયલ ડીસ્ટન્સની બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી બલવંતસિંહ રાજપુત મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકારની સુચના મુજબ વિડીયો કોલના માધ્યમથી તાલુકાની 32 ગ્રામ પંચાયતોના સરપંચોને જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો સંદર્ભે સામાજિક અંતર જાળવવા તેમજ બહારથી કોઇપણ વ્યકિત આવે તો તુરત જ તંત્રને જાણ કરવા અંગેની બાબતથી અવગત કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ચોથા લોકડાઉનમાં સરકારે અંશત છુટ આપી છે. જેથી લોકો એક સ્થળેથી બીજા સ્થળે આવનજાવન કરતા હોવાથી બહાર કોઇપણ આવે તો તેઓને કોરોન્ટાઇન કરવાની પણ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત વડીલો, બાળકો અને બિમાર વ્યકિતઓને પણ કોરોનાના કેસોને લઇ બહાર ન નીકળવા પણ સુચના અપાઇ રહી છે. તો આ તરફ હાલમાં ઉનાળો કાળઝાળ વરસી રહ્યો છે. ત્યારે અમીરગઢ જેવા ટ્રાયબલ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઉભી ના થાય, માણસ, પશુઓને પાણી મળી રહે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. અને જયાં પણ પાણીની તકલીફ હોય તો તાત્કાલિક તંત્રનું ધ્યાન દોરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા સહિત તાલુકામાં કોઇપણ હોનારતને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા વિલેજ ડિઝાસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આમ અમીરગઢ તાલુકા તંત્ર દ્નારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર, બનાસકાંઠા તંત્ર સતર્ક
Related stories
Gujarat
Skin Clinic : સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં 100 ક્લિનિક સુધી પહોંચવાનું લક્ષ્ય : INDIA NEWS GUJARAT
સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં...
Gujarat
A candidate died of heart attack: પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ – INDIA NEWS GUJARAT
A candidate died of heart attack: સુરત જિલ્લાના વાવ...
Election 24
Gujarat Elections 2025:ગુજરાત ના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની જાહેરાત -India News Gujarat
Gujarat Elections 2025 : ગુજરાત માં થોડા દિવસ માં...
Latest stories