Azadi ka Amrit Mohotsav ટેક્સટાઇલ વેપારીઓની તિરંગા યાત્રામાં વડા પ્રધાન વર્ચ્યુઅલી જોડાયા-India News Gujarat
Azadi ka Amrit Mohotsavની ઉજવણી માટે સુરતના રિંગ રોડ ખાતે ટેક્ષટાઈલ વ્યાપારીઓ દ્વારા આયોજિત ભવ્ય તિરંગાયાત્રામાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભારતના ત્રિરંગામાં માત્ર ત્રણ જ રંગો નથી, પરંતુ તે દેશના ગૌરવશાળી ભૂતકાળ, વર્તમાન પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને ભવિષ્યના આપણા સપનાનું પ્રતિબિંબ છે. આપણો ત્રિરંગો ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પ્રતિક છે. Azadi ka Amrit Mohotsav તિરંગા યાત્રાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે, આપણો રાષ્ટ્રધ્વજ દેશના કાપડ ઉદ્યોગ, ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતિક છે. સુરતે હંમેશા કાપડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર કર્યો છે. Azadi ka Amrit Mohotsav અંગે વડાપ્રધાનશ્રીએ સુરતીઓ અને વિશેષત: કાપડ ઉદ્યોગકારોની સરાહના કરતા કહ્યું કે, સુરત એક વાર સંકલ્પ કરે છે તો એને કોઈ પણ કિંમતે પૂર્ણ કરવાનો મિજાજ અને તાકાત ધરાવે છે. મોજીલા સુરતીલાલાઓની દેશભક્તિ સરાહનાને પાત્ર છે. સુરતના લોકોએ સ્વતંત્રતાની ભાવના જીવંત કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. Azadi ka Amrit Mohotsav વડાપ્રધાનશ્રીએ મહાત્મા ગાંધીજીને યાદ કરતા કહ્યું કે, બાપુના રૂપમાં ગુજરાતે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આઝાદી પછી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો પાયો નાંખનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નાયકો ગુજરાતે આપ્યા. સ્વતંત્રતા સેનાનીઓએ તિંરગામાં દેશના ભવિષ્ય અને સ્વપ્નાઓ જોયા હતા. Azadi ka Amrit Mohotsavમાં પણ રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રની એકતા અને ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. તિરંગો રાષ્ટ્રભાવનાની શક્તિ અને ભક્તિની પ્રતીતિ કરાવે છે. Azadi ka Amrit Mohotsav નવા સંકલ્પો અને નવી ઉર્જા આપશે. જનભાગીદારીના અભિયાનમાં નવા ભારતની બુનિયાદને મજબુત કરશે. સુરત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે, તેના મૂળમાં સુરતીલાલાઓ છે. તા.૧૩ થી ૧૫મી દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં દરેક જાતિ, પથના લોકો એકતાની ભાવના સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાનશ્રીએ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવા બદલ ‘સેવા હી લક્ષ્ય’ ગ્રુપના સાવર પ્રસાદ બુધિયા, સ્વયંસેવકો, ઉદ્યોગકારોને અભિનંદન પાઠવ્યા હતા.-India News Gujarat
Azadi ka Amrit Mohotsav તિરંગા યાત્રામાં 20 હજારથી વધુ લોકો જોડાયા -India News Gujarat
Azadi ka Amrit Mohotsav અંતર્તિગત સુરતના રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં નીકલેલી ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજે 20 હજારથી વધારે લોકો જોડાયા હતા. Azadi ka Amrit Mohotsavની તિરંગા યાત્રામાં સુરતના માર્કેટના વેપારીઓ અને કામદારોએ લઘુ ભારતના દર્શન કરાવ્યા હતા. કપડાના વ્યાપારીઓ, શ્રમિકો, દુકાનદારો, ટ્રાન્સપોર્ટર્સ, સમગ્ર ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝ Azadi ka Amrit Mohotsav તિરંગાયાત્રામાં જોડાયા હતા. તિરંગામાં દરેક વર્ગના લોકોને જોડવાની તાકાત છે તે સુરતે સાબિત કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ સહિત રાષ્ટ્રપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.-India News Gujarat