HomeGujaratAPP-BJP કે Congressમાં જોડાવું એ નક્કી કરશે નરેશ પટેલ-India News Gujarat

APP-BJP કે Congressમાં જોડાવું એ નક્કી કરશે નરેશ પટેલ-India News Gujarat

Date:

 APP-BJP કે Congress ત્રણેય પક્ષો નરેશ પટેલ માટે લાલ જાજમ પાથરવા તૈયાર -India News Gujarat

ખોડલ ધામના અગ્રણી નરેશ પટાલ દ્વારા રાજકારણમાં સક્રિય થવાની વાત જાહેર કરીને રાજકીય પંડિતોને માથું ખજવાળતા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને નરેશ પટેલને પોતાના પક્ષમાં ખેંચી લાવવા માટે APP-BJP અને Congress એ ત્રણેય પક્ષના મોવડીઓ નરેશ પટેલ માટે લાલ જાજમ બિછાવીને તેમની રાહ જોઇ રહ્યા છે. ત્રણેય રાજકીય પક્ષોને એક વાતની ખાતરી છે કે, નરેશ પટેલ જેમની સાથે જોડાશે તેમને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો મળશે. જો કે, APP-BJP કે Congress હાલના તબક્કે માત્ર નિવેદનો કરીને નરેશ પટેલને પોતાની સાથે લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં નરેશ પટેલ નક્કી કરવાના છે કે, તેમને APP-BJP કે Congressમાં કોની સાથે જોડાઇને રાજકારણમાં પ્રવેશ કરવો છે.-India News Gujarat

 APP-BJP અને Congress ત્રણેય પાર્ટીની નજર પાટીદાર મતો ઉપર – -India News Gujarat

ખોડલધામના અગ્રણી એવા નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવા માટે  APP-BJP અને Congressના નેતાઓ હાલમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેનું કારણ માત્ર એટલું જ છે કે, નરેશ પટેલ એવા પાટીદાર નેતા છે કે, જેમની છબી પાટીદાર સમાજમાં એક બિન વિવાદાસ્પદ વ્યક્તિ તરીકેની છે. ખાસ કરીને નરેશ પટેલ જેમની તરફ ઢળશે તે પાર્ટીને રાજ્યના 15 ટકાથી વધારે પાટીદાર મતદારોનો સીધો લાભ મળવાની સંભાવના વધી જાય છે. જો કે, તેની સામે એક નેગેટીવ પોઇન્ટ એ પણ છે કે, જ્યારે જ્યારે રાજ્યમાં પાટીદાર રાજકારણીઓ પાટીદાર મતોનું ધ્રુવી કરણ કરવાનો પ્રયાસ કરે છે અને એક તરફી ચિત્ર ઉભું કરવા જાય છે ત્યારે અન્ય સમાજના લોકો એક જૂથ થઇ અને મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. હાર્દિક પટેલના કોંગ્રેસમાં પ્રવેશ વખતે કોંગ્રેસને આ વાતનો અનુભવ થઇ ગયો છે અને તેની સિક્યોર વોટ બેન્કમાં પણ ગાબડા પડ્યા હતા. ટુંકમાં નરેશ પટેલ એ આગામી વિધાનસભાની ચૂંટણીમાં APP-BJP અને Congress માટે હુકમના એક્કા સમાન સાબિત થશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે. -India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Gujarat Board exams begin : ગુજરાત બોર્ડની પરિક્ષાઓ શરુ

આપ આ પણ વાંચી શકો છોઃ-GST Theft -સરકારએં વસૂલ્યા 96.86 કરોડ રૂપિયા

SHARE

Related stories

Latest stories