અંબાજી મંદિર સૂર્યગ્રહણને લઈને 25 ઓક્ટોબરે મંદિર ભક્તો માટે બંધ રહેશે.
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગત યાત્રાધામ અંબાજી મંદિર જ્યાં હજારો મેં ભક્તો માં અંબા ના દર્શને દેશ વિદેશથી આવતા હોય છે અને માં આંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે તારે એક દિવસ માટે સૂર્યગ્રહણને લઈને 25 ઓક્ટોબરના અંબાજી મંદિર બંધ રહેશે
આગામી સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સૂર્ય ગ્રહણના પગલે અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અંબાજીના મંદિરમાં વહેલી સવારે મંગલા આરતી કરવામાં આવશે.
અંબાજી મંદિરની અખબારી યાદીમાં જણાવવા પ્રમાણે 25 ઓક્ટોમ્બરના રોજ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે . સવારે 4 થી 4:30 સુધી આરતી કર્યા બાદ સૂર્ય ગ્રહણ લાગતું હોઈ અંબાજી મંદિર રાત્રીના 9:00 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે.
રાત્રીના 9:30 કલાકે આરતી કરવામાં આવશે….
આ પણ વાંચો : IND vs NZ: પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે મોટો ફેરફાર?-India News Gujarat
By: Manish Joshi, Ambaji