HomeGujaratધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવી ઘોંઘાટ ફેલાવનારા નબીરાઓ સામે કાર્યવાહી : પોલીસે 3...

ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવી ઘોંઘાટ ફેલાવનારા નબીરાઓ સામે કાર્યવાહી : પોલીસે 3 હજાર સ્પોર્ટ્સ બાઇક કબ્જે કરી

Date:

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ બાઈકમાં(Sports Bike) ફેરફાર કરવાનો ક્રેઝ વધી રહ્યો હતો. આ અંગે નવનિયુક્ત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ઘોંઘાટ સર્જતા અને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા મોડિફાઇડ સાયલેન્સરવાળી બાઇક જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. સમગ્ર શહેરમાં આ આદેશને પગલે, પોલીસ અધિકારીઓ મોડિફાઇડ સાઇલેન્સરવાળા વાહનોને પકડવા માટે રસ્તાઓ ઉતર્યા હતા.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કાર્યવાહી

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ કમિશનર ગેહલોતે શહેરમાં સ્ટાઈલમાં મોટરસાઈકલ ચલાવતા અને સાઈલેન્સરમાં ફેરફાર કરીને મોટર સ્પોર્ટ બાઈકમાં રૂપાંતર કરનારા ડ્રાઈવરો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ સુરત શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનોમાં ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. શહેરના તમામ અધિકારીઓએ મોડિફાઇડ સાઇલેન્સર સાથે ચાલકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

3000થી વધુ વાહનો જપ્ત, 17 લાખનો દંડ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત શહેર ઝોન 4ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિજય ગુર્જરે છેલ્લા એક વર્ષમાં મોડિફાઈડ સાઈલેન્સર સાથે 200 થી 300 વાહનો જપ્ત કર્યા છે. જ્યારે આજે એક જ દિવસમાં વધુ કેસ નોંધાયા છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં મોડીફાઈડ સાઈલેન્સર સાથે ચાલતા 3000 થી વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને 17 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને વાહનોમાંથી મોડિફાઈડ સાઈલેન્સરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આગામી દિવસોમાં વધુ કડકાઈ

પોલીસનું કહેવું છે કે આગામી દિવસોમાં ધૂમ સ્ટાઈલ કે અન્ય રીતે વાહન ચલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને ગુનાખોરી ઘટાડવા માટે પોલીસ કમિશનર ગેહલોત વાહનોના મોડિફિકેશનને અંકુશમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે.

તમે આ પણ વાંચી શકો છો :

Celebration Of Fire Service Day/ફાયર સર્વિસ ડેની ઉજવણી, ફાયર સેફ્ટી માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

તમે આ પણ વાંચી શકો છો :

Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા

SHARE

Related stories

Latest stories